Gujarati News

Gujarati News

News of Wednesday, 8th April 2020

શાહરૂખ ખાનની લાડલી સુહાના ખાન શીખી રહી છે ડાન્સઃ સોશ્યલ મીડિયામાં વીડિયો વાયરલ

નવી દિલ્હી: શાહરૂખ ખાનની લાડલી દીકરી સુહાના ખાન અવારનવાર તેના લુકને લઇને ચર્ચામાં રહે છે. સુહાના ખાને ભલે અત્યાર સુધી બોલીવુડમાં ડેબ્યૂ નથી કર્યું, પરંતુ અવારનવાર તેના વીડિયો અને ફોટો સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની રહ્યાં છે. બોલિવુડ સ્ટાર્સ પોતાને ફિટ રાખવા માટે ઘરે યોગા, એક્સરસાઈઝ, જુમ્બા અને વેટ લિફ્ટિંગ કરી સોશિયલ મીડિયા પર વીડિયો પોસ્ટ કરી રહ્યાં છે. સુહાના ખાન પણ તેના ખાલી સમયમાં પોતાની જાતને ફિટ અને હેલ્ધી રાખવા પર ધ્યાન આપી રહી છે.

શાહરૂખ ખાનની દીકરી સુહાના આજકાલ ઓનલાઇન ડાન્સ શીખી રહી છે અને પોતાને ફિટ રાખવાનો પ્રયત્ન કરી રહી છે. જણાવવામાં આવી રહ્યું છે કે, સુહાના ખાન ફિટનેસને લઇને ઘણી સતર્ક રહે છે. એવામાં સુહાનાનો પોતાને ફિટ રાખવાની રીત ફેન્સને ઘણી પસંદ આવી છે. સુહાના ખાન ઓનલાઇન બેલી ડાન્સ ક્લાસીસ કરી રહી છે. સુહાનાને ડાન્સનો ઘણો શોખ છે. એવામાં તેની ટ્રેનરે સોશિયલ મીડિયા પર કેટલાક ફોટો શેર કર્યા છે. જેમાં તેને ઓનલાઇન ડાન્સ શીખતા જોઇ શકાય છે. ડાન્સ સેશન બાદની બે તસવીરો ટ્રેનર સંજના મુથ્રેજાએ શેર કરી છે. તે લખે છે કે, આ એક ચેલેન્જ છે, પરંતુ અશક્ય કંઇ જ નથી. સુહાના ખાન ઓનલાઇન બેલી ડાન્સ શીખી રહી છે.

થોડા દિવસ પહેલા ગોરી ખાને તેના ઈન્સ્ટાગ્રામ પર સુહાના ખાનની તસવીર શેર કરી હતી. સુહાના ખાન આ તસવીમાં ઘણી સુંદર દેખાઈ રહી છે. શાહરુખ ખાનની દીકરીએ ફોટો શેર કરાત લખ્યું હતું કે, એક્સપેરિમેન્ટ કરી રહી છું. ત્યારે ગોરી ખાને તેની દીકરીનો ફોટો શેર કરવાની સાથે જણાવ્યું હતું કે, ઘરમાં રહીને મેકઅપ ટિપ્સ શીખી રહી છે. સુહાના ખાનની આ તસવીરો પર તેના ફેન્સે ઘણા રિએક્ટ કર્યું અને તેમની પ્રતિક્રિયા પણ આપી હતી.

(4:24 pm IST)