Gujarati News

Gujarati News

News of Wednesday, 8th April 2020

ઘર પે રહો...સુરક્ષીત રહો...ઓમ દવેનું સોશ્યલ મિડીયામાં ધૂમ મચાવતુ હિન્દી 'કોરોના' સોંગ

રાજકોટ, તા. ૮ :. કોરોના વાયરસ સામે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના માર્ગદર્શન હેઠળ આખો દેશ ખંભેથી ખંભો મિલાવી જે લડત આપી રહેલ છે. એના ભાગરૂપે તેમજ આજે ભારત દેશની સામે આવેલ કપરી પરિસ્થિતિમાં કોરોના સામેની લડતમાં સહકારની અપીલ કરતુ હિન્દી ફની સોંગ હાલના યંગસ્ટરને ધ્યાનમાં રાખી તૈયાર લોકો સમક્ષ મુકવામાં આવેલ છે.

આ હિન્દી ગીત તૈયાર કરનાર આખી ટીમે વિનામૂલ્યે કામ કરી દેશ સેવાનું ઉમદા ઉદાહરણ પુરૂ પાડેલ છે.

આ ગીતના શબ્દો 'ઘર પે રહો સુરક્ષીત રહો... STAY HOME - STAY SAFE.... છે.

ગીતનું કમ્પોઝીશન અને ગાયુ છે ઓમ દવે એ, જ્યારે ગીત લખેલ છે પત્રકાર કિશોરભાઈ ડોડીયા તેમજ ઓમ દવેના છે.

આ હિન્દી સોંગમાં દેશની કોરોના સામેની હાલની પરિસ્થિતિને આવરી લઈ તકેદારી રાખવા અનુરોધ કરતુ રમુજી અંદાજમાં તૈયાર કરવામાં આવેલ છે.

આ ઓમ દવેનું બીજુ કોરોના ઉપરનુ ગીત છે. થોડા દિવસો પહેલા ઓમએ કોરોના સામે લડત આપતા ડોકટરો, પોલીસકર્મી, મીડીયાકર્મી, હેલ્થ વર્કર વગેરેને સલામ આપતુ... સલામ છે... સલામ છે... ગુજરાતી સોંગે સોશ્યલ મીડીયા પર સારૂ એવું વાયરલ થયેલ છે. ઓમ દવેએ ગાયનમાં વિશારદની પદવી પ્રાપ્ત કરેલ છે અને હાલમાં સંગીતના અભ્યાસની સાથે સાથે રાજકોટમાં સ્કૂલમાં સંગીત ટીચર તરીકે કાર્યરત છે.

ઓમ ડીપ્લોમાં મિકેનીકલ છે અને સાથે સાથે સંગીતમાં ગાયન-લેખન, કમ્પોઝીશન વગેરે દ્વારામાં સરસ્વતીની આરાધના કરવાનો પ્રયત્ન કરે છે.

આ હિન્દી સોંગમાં મ્યુઝીક રવિ વ્યાસ, ભાર્ગવ ચાંગેલાનુ છે. દિગ્દર્શન ચેતન ટાંક, એડીટીંગ ભરત વાઘેલાએ કરેલ છે. આજે કનસેપ્ટ કેયુર અંજારીયાનો છે. તેમજ ડો. જૈમન ઉપાધ્યાય, રંગોળીકાર પ્રદીપ દવે, ડો. નમન ઉપાધ્યાય, ડો. ક્રિષ્ના દવે વગેરેનો સાથ સહકાર રહેલ છે.

(3:24 pm IST)