Gujarati News

Gujarati News

News of Wednesday, 8th April 2020

લોકડાઉનમાં

જેઠાલાલના સાળા સુંદરે ફાફડા-જલેબી બનાવ્યાં

મયૂર વાકાણીની પત્નીએ કહ્યું કે'પ્રોપર ફાફડા-મેકર અમારા ઘરે છે !'

અમદાવાદ તા. ૮ : સબ ટીવીની 'તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા' સિરિયલમાં જેઠાલાલને ચક્કરે ચડાવનાર તેનો સાળો 'સુંદર' એટલે કે મયૂર વાકાણી કવોરન્ટીનમાં કુકિંગ પર હાથ અજમાવી રહ્યો છે.મયૂર વાકાણી 'દયાબહેન' એટલે કે દિશા વાકાણીનો ઓન-સ્ક્રીન અને રિયલ ભાઇ છે. મયૂરે ગુજરાતીઓની ફેવરિટ વાનગી 'ફાફડા-જલેબી' બનાવીને રસોઇઘરમાં પોતાની પત્નીની મદદ કરી હતી. મયૂરે સોશ્યલ મીડિયા પર વિડીયો શેર કર્યો હતો.જેમાંતે ફાફડા બનાવી રહ્યો છે અને તેની પત્ની બેકગ્રાઉન્ડમાં બોલી રહી છે કે 'પ્રોપર ફાફડા-મેકર અમારા ઘરે છે.તેઓ ફાફડા પાડશે અને ઉખાડશે પણ ખરા!' મયૂરે એક પ્રોફેશનલ ફાફડા બનાવનારની જેમ જ ફાફડા બનાવ્યા હતા. તેની આ સ્કિલ જોઇને જેઠાલાલ પણ ખુશ થઇ ગયા હશે!

(9:33 am IST)