Gujarati News

Gujarati News

News of Monday, 8th April 2019

અભિષેકને અત્યંત પ્રિય મિત્ર ગણાવ્યો અમિતાભ બચ્ચને

 અમિતાભ બચ્ચન માટે તેમનો દિકરો અભિષેક બચ્ચન એક પ્રિય મિત્ર સમાન છે. અમિતાભ બચ્ચને તાજેતરમાં જ એક ફોટો સોશ્યલ મીડિયા પર શેર કર્યો હતો. આ ફોટામાં બન્ને સામ સામે એકસરખી ખુરશી પર બેઠા છે અને લાગી રહ્યું છે કે તેઓ કંઇક ખાસ ચર્ચા કરી રહ્યા છે. અમિતાભ બચ્ચન તેમની આગામી ફિલ્મ 'ઉયાર્ન્ધા મનિથન'માં વ્યસ્ત છે. બન્નેનો ફોટો ટ્વિટર પર શેર કરીને અમિતાભ બચ્ચને ટ્વીટ કર્યું હતું કે ' તે જયારે ન માત્ર તમારાં શૂઝ પહેરે છે, પરંતુ એક જ આકારની ખુરશી પર પણ બેસે છે તો તે તમરો દીકરો જ નહીં પરંતુ એક અતિશય પ્રિય મિત્ર બની જાય છે.'

(9:42 am IST)