Gujarati News

Gujarati News

News of Monday, 8th March 2021

કરીના કપૂરે આંતરરાષ્‍ટ્રીય મહિલા દિવસના અવસરે પોતાના બીજા પુત્રની ઝલક ઇન્‍સ્‍ટાગ્રામ એકાઉન્‍ટ ઉપર દેખાડી દીધી

નવી દિલ્હી: કરીના કપૂરે આખરે તેના બીજા પુત્રની ઝલક દેખાડી દીધી. કરીનાએ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના અવસરે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ફોટો પોસ્ટ કર્યો છે. બ્લેક એન્ડ વ્હાઈટ ફોટો શેર કરતા કરીનાએ લખ્યું કે એવું કઈ નથી જે એક મહિલા કરી શકે નહીં.

કરીનાએ દેખાડી પુત્રની ઝલક

21 ફેબ્રુઆરીના રોજ કરીના કપૂર ખાને બીજા પુત્રને જન્મ આપ્યો. હજુ સુધી કરીનાએ બીજા પુત્રને મીડિયાથી દૂર રાખ્યો હતો પરંતુ હવે મહિલા દિવસના અવસરે અભિનેત્રીએ પોતાના પુત્રની ઝલક દેખાડી જ દીધી. આ તસવીરમાં કરીના પોતાના પુત્રને ગોદમાં લેતી જોવા મળે છે. કરીનાએ આ તસવીર સાથે એક સ્પેશિયલ મેસેજ શેર કર્યો છે. કરીનાએ કેપ્શનમાં લખ્યું કે એવું કઈ નથી કે જે એક મહિલા કરી ન શકે. બધાને મહિલા દિવસની શુભેચ્છાઓ...

નામ ન જણાવ્યું

અત્રે જણાવવાનું કે કરીનાના બીજા પુત્રનું હજુ નામ જાહેર થયું નથી. આ અગાઉ કરીના અને સૈફનો એક પુત્ર પણ છે. જેનું નામ તૈમૂર છે. આ બાજુ સૈફની પહેલી પત્ની અમૃતા સિંહથી બે  બાળકો છે. સારા અલી ખાન અને ઈબ્રાહિમ અલી ખાન.

ફેન્સ થયા એક્સાઈટેડ

કરીના કપૂરે પોતાના નાના પુત્ર તૈમૂરને ક્યારેય મીડિયાથી દૂર રાખ્યો નથી. પરંતુ નાના પુત્રને લઈને ખુબ સાવધાની રાખવામાં આવી છે. બીજા પુત્રના જન્મ બાદ આ  પહેલીવાર બન્યું કે જ્યારે કરીનાએ પોતાના પુત્રની ઝલક ફેન્સ સાથે શેર કરી છે. કરીનાની આ તસવીર જોઈને ફેન્સ પોતાનો પ્રેમ લૂટાવી રહ્યા છે.

(5:26 pm IST)