Gujarati News

Gujarati News

News of Monday, 8th March 2021

સાઉથની સુંદરી રશ્મિકાને બોલીવૂડમાં વધુ એક ફિલ્મ મળી

સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની સુંદરી અને બોલીવૂડમાં 'મિશન મજનૂ' ફિલ્મથી કારકિર્દી શરૂ કરી રહેલી અભિનેત્રી રશ્મિકા મંદાનાએ મુંબઇમાં ઘર ખરીદી લીધું છે. તાજેતરમાં તે બોલીવૂડની ફિલ્મ માટે મુંબઇમાં રોકાણ કરી ચુકી છે. અહિની ફિલ્મોમાં કામ કરવાનું હોઇ તેને વારંવાર મુંબઇ આવવું  પડતું હોવાથી તેને રોકાણ માટે તકલીફ થતી હતી. આ માટે તેણે અહિ પોતાનું જ એક ઘર ખરીદી લીધું છે. રશ્મિકાના નજીકના લોકોના કહેવા મુજબ રશ્મિકાને હૈદરાબાદ-મુંબઇ વચ્ચે સતત ભાગદોડ કરવી પડતી હોવાથી તેણે આ નિર્ણય કર્યો હતો અને મુંબઇમાં નવું ઘર ખરીદ કર્યુ હતું.  મુંબઇના ઘર માટે તે હૈદરાબાદના પોતાના ઘરેથી અમુક મનપસંદ ચીજવસ્તુઓ પણ સાથે લાવી છે. અગાઉ તે હોટેલમાં રહેતી હતી. હવે મુંબઇમાં પોતાના ઘરે રહેવા માંડી છે. રશ્મિકા સિધ્ધાર્થ મલ્હોત્રા સાથે મિશન મજનૂમાં મુખ્ય ભુમિકા નિભાવી રહી છે. બોલીવૂડની વધુ એક ફિલ્મ પણ તેને મળી ચુકી છે. 

(10:11 am IST)