Gujarati News

Gujarati News

News of Monday, 8th March 2021

રાણા દગ્ગુબાતીની ફિલ્મ આ મહિને જ રિલીઝ થશે

રાણા દગ્ગુબાતીની ફિલ્મ હાથી મેરે સાથીની ચાહકો આતુરતાથી રાહ જોઇ રહ્યા છે. આ ફિલ્મનું નવું પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું છે. જેમાં રાણા સાથે પુલકિત સમ્રાટ, વિષ્ણુ વિદલ, શ્રીયા પીલગાંવકર અને જોયા હુશેન સહિતના કલાકારો જોવા મળી રહ્યા છે. ફિલ્મનું નિર્દેશન પ્રભુ સોલોમને કર્યુ છે. વાઇલ્ડ લાઇફ પર આધારીત આ ફિલ્મ ફિલ્મોનો પ્રભુને સારો અનુભવ છે. આ ફિલ્મ ત્રણ ભાષામાં રિલીઝ થશે. હિન્દીમાં હાથી મેરે સાથી, તમિલમાં કાદાન અને તેલુગુમાં અરન્યા નામ રખાયું છે. ફિલ્મનું ખાસ આકર્ષણ હશે સ્ટાર હાથી ઉન્ની. આ ફિલ્મની કહાની એવા યુવાનની છે જે જંગલની અને પ્રાણીઓની રક્ષા કરવા પોતાનું જીવન જંગલમાં જ વિતાવતો હોય છે. રાણાએ આ પાત્ર ભજવ્યું છે. ફિલ્મને આગામી છવ્વીસમી માર્ચના રોજ રિલીઝ કરવામાં આવશે તેવું નિર્માતાઓએ જાહેર કર્યુ છે. રાણાની આ ફિલ્મમાં જબરદસ્ત એકશન પણ હશે.

(10:11 am IST)