Gujarati News

Gujarati News

News of Wednesday, 8th February 2023

વાણી જોવા મળશે ક્રાઇમ થ્રિલર શોમાં

વાણી કપૂરે બોલીવૂડમાં પોતાના અભિનય અને ખૂબસૂરતીને કારણે અલગ જ ઓળખ ઉભી કરી રાખી છે. હવે તે ઓટીટી પર એન્‍ટ્રી કરી રહી છે. જતીન વાગલે અગાઉ ભોૈકાલ જેવી સિરીઝ આપ્‍યા પછી હવે વધુ એક સિરીઝ લાવી રહ્યા છે જેનું નામ હવે ભૂચાલ રખાય તેવી શક્‍યતા છે. આઇપીએસ નવનીત સેકરાના જીવન  પર ભોૈકાલ નામની બબ્‍બે સિઝન સુપરહિટ આપનારા જતીનની એ બંને સિઝનમાં મોહિત રૈનાએ મુખ્‍ય ભુમિકા નિભાવી હતી. આ વખતે કહાની યુપીના પુર્વ ડીજીપી ઓપી સિંહ પર આધારીત હશે. જેમાં તેમના લખીમપુર ખીરી પોસ્‍ટીંગ વખતની ઝલક જોવા મળશે. માર્ચમાં શુટીંગ શરૂ થવાનુ છે. આ ક્રાઇમ થ્રિલર સિરીઝમાં વાણી કપૂર મુખ્‍ય ભુમિકામાં જોવા મળશે. વાણી છેલ્લે રણબીર કપૂર સાથેની સમશેરામાં જોવા મળી હતી.

(11:34 am IST)