Gujarati News

Gujarati News

News of Saturday, 8th February 2020

દિલ્હી વિધાનસભા ચૂંટણી: તાપસી પન્નૂએ કર્યું પરિવાર સાથે મતદાન

મુંબઈ: બોલીવુડ અભિનેત્રી તાપ્સી પન્નુએ શનિવારે દિલ્હી વિધાનસભાની ચૂંટણી 2020 માં પરિવાર સાથે મતદાન કર્યું હતું. તેમણે કહ્યું કે દરેક મતનું પોતાનું મહત્વ છે.  તાપસીએ બહેન શગુન અને તેના માતાપિતા સાથે મત આપ્યો હતો. શુક્રવારે સાંજે તેઓ મુંબઇથી તેમના વતન ગયા હતા. તાપસીએ પરિવાર સાથે મત આપ્યા પછી ફોટો ટ્વિટર પર શેર કર્યો હતો, કેપ્શનમાં લખ્યું છે, “પન્નુ પરિવારે મત આપ્યો. તમે મત આપ્યો? "આ ફોટામાં તાપ્સી પન્નુ પરિવાર સાથે ઉભા જોવા મળે છે. તેના આ ફોટો પર ચાહકો પણ ઘણી ટિપ્પણી કરી રહ્યા છે.

(3:47 pm IST)
  • જામનગરમાં હોટેલમાં રૂમ ભાડે રાખી ચાલતા વેશ્યાવૃતિના નેટવર્ક નો પર્દાફાશ : પોલીસના દરોડામાં એક મહિલા , એક ગ્રાહક અને સંચાલકની ધરપકડ : જો કે મુખ્ય સંચાલક હાજર નહીં મળતા ફરાર જાહેર: સીટી બી-ડિવીઝન PI રાઠોડ સહિતના સ્ટાફે દરોડો પાડ્યો access_time 12:32 am IST

  • સુરત ઉધનામાં વિદ્યાર્થીની ઉપર છરીના ઘા ઝીંકી હત્યા : ઉધનામાં વિદ્યાર્થીની હત્યાઃ સિવીલમાં સારવાર દરમિયાન મોતઃ અંગત અદાવતમાં હત્યાની પોલીસને શંકા access_time 3:50 pm IST

  • પૂ. હરિચરણદાસજીબાપુ ઉપર થાપાનું ઓપરેશન પૂર્ણ : ભાવિકોમાં આનંદની લાગણી પ્રસરી : આજરોજ બપોરે વોકહાર્ટ હોસ્પિટલમાં પૂ.હરિચરણદાસજીબાપુ ઉપર થાપાનું સફળ ઓપરેશન થયાનું જાણવા મળે છે. પૂ.ગુરૂદેવની તબિયત સારી હોવાનું જણાવાયુ છે. આ ખબર મળતા ભાવિકોમાં આનંદની લાગણી પ્રસરી ગઈ છે. access_time 3:51 pm IST