Gujarati News

Gujarati News

News of Friday, 8th February 2019

જુઓ આલિયા અને અનુષ્કાની હમશકલને

અનુષ્કા શર્માને તેની હમશકલ મળી ગઇ છે. તે કોઇ બીજું નહી પરંતુ અમેરિકન સિંગર જુલિયા ટ્વિટર પર મળ્યાં હતાં. ટ્વિટર પર જુલિયા માઇકલ્સે ટ્વીટ કયું હતું કે 'હાય અનુષ્કા. એવું લાગે છે કે આપણે ટ્વિન્સ છીએ.' જુલિયાના ટ્વીટ પર અનુષ્કાએ રીટ્વીટ કર્યુ હતું. કે 'ઓહ માય ગોડ! હુ તને અને બાકીના પાંચને વર્ષોથી શોધી રહી છું' અનુષ્કા જ નહીં, બીજી તરફ આલિયા ભટ્ટની પણ હમશકલ મળી આવી છે. એક  છોકરીનો વિડીયો અત્યારે વાઇરલ થઇ રહ્યો છે. ઉતરાખંડની આ છોકરી આલિયાની ફિલ્મ 'ગલી બોય'ના લુકમાં એ ફિલ્મનો ડાયલોગ બોલી રહી છે. આ છોકરીએ ઇન્સ્ટાગ્રામ પર પોતાના  પ્રોફાઇલને ટેગલાઇન આપી છે કે 'ઉતરાખંડની પટાખા કુડી. પહાડી ગર્લ'.

 

(2:32 pm IST)