Gujarati News

Gujarati News

News of Thursday, 8th February 2018

હવે અર્જૂન સાથે ઇશા ગુપ્તા

ઇશા ગુપ્તા બોલીવૂડમાં પગ જમાવવા ખુબ મહેનત કરી રહી છે. ઇંસ્ટાગ્રામ પર અવાર નવાર તે પોતાની હોટ તસ્વીરોનો ઢગલો કરી દે છે. આમ છતાં એકાદ-બે ફિલ્મોમાં તે જોવા મળે છે. ઇશાએ અક્ષય કુમાર સાથે રૂસ્તમ અને અજય દેવગણ સાથે બાદશાહો દેવી ફિલ્મ કરી છે. બાદશાહોમાં તેની સાથે ઇમરાન હાસમી હતો. જો કે આ ફિલ્મોનો સીધો ફાયદો ઇશાને મળ્યો નથી. હવે તે ઐતિહાસીક વિષય પર બનનારી ફિલ્મ સાથે જોડાઇ રહી છે. જે. પી. દત્તા મલ્ટીસ્ટારર ફિલ્મો બનાવવા માટે જાણીતા છે. તેમની 'પલટન' નામની ફિલ્મમાં ઇશાને રોલ મળ્યો છે. અર્જૂન રામપાલ સાથે તેની જોડી આ ફિલ્મમાં બનશે. આ બંને જો કે છ વર્ષ પહેલા ચક્રવ્યુહમાં સાથે કામ કરી ચુકયા છે. પલટનના પોતાના રોલ બાબતે ઇશાએ કહ્યું હતું કે મારે ૬૦ના દસકનો લૂક આપવાનો છે. જે.પી. દત્તાની ફિલ્મનો ભાગ બનીને હું ગર્વ અનુભવી રહી છું.

(9:36 am IST)