Gujarati News

Gujarati News

News of Friday, 8th January 2021

મેં માફીની રાહ જોઇ પણ મળી નહિઃ અનુષા

ટીવી સ્ટાર કરણ કુન્દ્રા અને વીજે અનુષા દાંડેકરને ટીવીના બેસ્ટ કપલમાંથી એક ગણવામાં આવે છે. આ બંને હમેંશા દર્શકોના પ્રિય રહ્યા છે. પણ આ બંનેના ચાહકો એ જાણીને ચોંકી ગયા છે કે હવે કરણ અને અનુષા અલગ થઇ ગયા છે. અનુષાએ પોતે જ સોશિયલ મિડીયા પર ખુલાસો કરતાં કહ્યું હતું કે હા મેં લવ સ્કૂલ નામનો એક શો કર્યો હતો, હા હું તમારી લવ પ્રોફેસર હત, હા મેં જે કંઇ શેયર કર્યુ અને જે સલાહ આપી તે હમેંશા વાસ્તવીક અને મારા દિલમાંથી નિકળેલી હતી. હા મેં ખુબ પ્રેમ કર્યો, ખુબ ખુબ વધારે. જ્યાં સુધી કોશિષ કરવામાં અને લડવામાં કંઇ બચ્યુ નહિ હોય ત્યાં સુધી હું છોડતી નથી. હા હું પણ માણસ છું, મેં પણ પોતાને ખોઇ છે, આત્મસન્માન પણ ખોયુ છે. મને પણ દગો મળ્યો છે, મેં માફીની ખુબ રાહી જોઇ હતી. પણ તેણે કદી આપી જ નહિ. મેં શીખ્યું છે કે મારે જ માફી માંગવી જોઇતી હતી અને મારી જાતને માફ કરવાની હતી. અનુષાએ આગળ લખ્યું હતું કે હું મોટી થઇ ગયું છે, અગાળ વધતી રહીશ. અનેક સકારાત્મક ચીજો શીખીશ. પ્રેમ અનેક રૂપમાં હોય છે. મારી પ્રેમ કહાની હવે મારી સાથે શરૂ થઇ છે. કરણે આ પોસ્ટ પર કોઇ રિસ્પોન્સ આપ્યો નહોતો.

(10:38 am IST)