Gujarati News

Gujarati News

News of Wednesday, 8th January 2020

હિમેશ રેશમિયાની ફિલ્મ હેપ્પી હાર્ડી એન્ડ હીરનું ટ્રેલર રિલીઝ

અમદાવાદ : બોલિવુડના અનેક નવી ફિલ્મોના ટ્રેલર હાલ ધડાધડ રિલીઝ થઈ રહ્યાં છે. ત્યારે આજે મંગળવારે એકસાથે બે ફિલ્મોના ટ્રેલર સામે આવ્યા છે. બોલિવુડ એક્ટર, મ્યૂઝિક ડાયરેક્ટર અને સિંગર હિમેશ રેશમિયાની ફિલ્મ હેપ્પી હાર્ડી એન્ડ હીરનું ટ્રેલર રિલીઝ થયું છે. જેમાં હિમેશ રેશમિયાએ ડબલ રોલ કર્યો છે. તો સાથે જ કાશ્મીર પર આધારિત ફિલ્મ શિકારાનું ટ્રેલર પણ રિલીઝ થયું છે.

હેપ્પી હાર્ડી હીર

આ ટ્રેલર રિલીઝ થતા જ યુટ્યુબ પર ધમાલ મચાવી રહ્યું છે. ફિલ્મમાં હિમેશ રેશમિયા ડબલ રોલમાં છે. બંને એક જ યુવતીને પ્રેમ કરી બેસે છે, આ પ્રેમની લડાઈમાં કોની જીત થાય છે, તે તો ફિલ્મ જોયા બાદ જ માલૂમ પડશે. ટ્રેલરમાં હેપ્પી એટલે કે સરદારજીના ગેટઅપમાં હિમેશ છે, જ્યારે કે હાર્ડી બનીને બીજો હિમેશ સ્માર્ટ લાગે છે. આ ફિલ્મનું ગીત તેરી મેરી કહાની પહેલા જ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી ચૂક્યું છે. કારણ કે, આ ગીત હિમેશ રેશમિયાએ રાનુ મંડલ પાસેથી ગવડાવ્યું છે. ફિલ્મમાં મ્યૂઝિક તો હિમેશ રેશમિયાએ જ આપ્યું છે. ફિલ્મનું ડિરેક્શન રાકાએ કર્યું છે. હિમેશની આ ફિલ્મ 31 જાન્યુઆરીના રોજ રિલીઝ થવાની છે.

(5:10 pm IST)