Gujarati News

Gujarati News

News of Wednesday, 8th January 2020

નેટફિલકસ પર જોવામાં આવે છે સૌથી વધુ ફિલ્મો

નેટફિલકસની સેક્રેડ ગેમ્સ-ર ર૦૧૯ની સૌથી લોકપ્રિય સિરીઝ રહી

નવી દિલ્હી, તા. ૮ : આ વધતા ડિજિટલની જ અસર છે કે હવે મોટાં બેનરો પણ ડિજિટલ પ્લેટફોર્મનો ઉપયોગ કરવા લાગ્યાં છે. તેના પર પ્રસારિત થતી સામગ્રીને દરેક વ્યકિત માણે છે. તેમાંથી એક છે વેબ સિરીઝ, જેણે છેલ્લા એક-બે વર્ષમાં મનોરંજનની પરિભાષા બદલી દીધી છે. તેનું એક કારણ એ પણ છે કે તેની પર પ્રસારિત થતી કહાનીઓની સાથે ઘણા પ્રકારના પ્રયોગો થઇ રહ્યા છે , અને નવા; કન્ટેન્ટે દર્શકો સામે. એક વિકલ્પ પણ રાખ્યો છે. આ ઓનલાઇન પ્લેટફોર્મમાં એક છે નેટફ્લિકસ, જેમાં ભારતના ૭૦ ટકા દર્શકો અઠવાડિયાંમાં કમ સે કમ એક ફિલ્મ જરૂર જુએ છે. સ્ક્રિનિંગ પ્લેટફોર્મ પર વીતાવેલા કુલ સમયના રૂપમાં ભારતમાં વૈશ્વિક સ્તર -૫ર૨ સૌથી વધુ ફિલ્મો જોવામાં આવે છે.

નેટફ્લિકસે ૨૦૧૯ની પોતાની સૌથી લોકપ્રિય વેબ સિરીઝની જાહેરાત કરતા જણાવ્યું કે સેક્રેડ ગેમ્સ સિઝન- ૨ ભારતમાં ૨૦૧૯ની સોથી લોકપ્રિય સિરીઝ રહી. ત્યાર બાદ કબીરસિંહ, આર્ટિકલ-૧૫, ડ્રાઇવ, બદલા, હાઉસ એરેસ્ટ, સિકસ અંડરગ્રાઉન્ડ, ચોપસ્ટિકસ અને બોર્ડ ઓફ બ્લડ દિલ્હી ક્રાઇમ સિરીઝને પણ દર્શકોએ ખુબ જ પસંદ કરી.

આ યાદીની રેન્કમાં ૨૦૧૯માં નેટફ્લિકસ પર પોતાના પહેલા ૨૮ દિવસ દરમિયાન સિરીઝ, ફિલ્મ કે કોઇ વિશેષ કાર્યક્રમ કમ સે કમ ૨ મિનિટ જોવા માટે પસંદ કરાતાં ખાતાંઓની સંખ્યા પ્રમાણે કરાઈ છે. નેટફ્લિકસે જણાવ્યું કે અમે નેટફ્લિકસ પર દર્શકોને કંઈક શોધવામાં મદદ કરવાની નવી નવી રીત હંમેશાં શોધતા રહીએ છીએ. નેટફ્લિકસના શો અને ફિલ્મો આટલી લોકપ્રિય થઈ રહી છે તે અમારા માટે ખુશીની વાત છે.

(3:56 pm IST)
  • 27 ઉદ્યોગપતિઓને મળ્યા સીએમ ઉદ્ધવ ઠાકરે : કહ્યું મહારાષ્ટ્રને આગળ લાવવું છે :ઉદ્યોગપતિઓને પરેશાન થવા દઈશું નહીં : રોકાણ માટે બહેતર માહોલ બનાવશું : સમસ્યાના ઉકેલની આપી ખાતરી access_time 1:25 am IST

  • વિદ્યાર્થીઓના સમર્થનમાં જેએનયુ પહોંચેલી દીપિકા પાદુકોણને લઈને કન્હૈયાકુમારે કહ્યું સારું થયું તે આવી પરંતુ મેં જોઈ નથી અને તેણી સાથે વાત કરી શક્યો નથી : મારી તેની સાથે મુલાકાત થઇ નથી: તે જેએનયુ છાત્રસંઘની અધ્યક્ષ આઈસી ઘોષને મળી access_time 1:24 am IST

  • રાજયના વિવિધ ગંભીર પ્રશ્નોની રજૂઆત માટે વિપક્ષી નેતા પરેશ ધાનાણી કોંગ્રેસનંુ પ્રતિનિધિ મંડળ રાજયપાલને મળશે : પરેશ ધાનાણીના નિવાસસ્થાને ધારાસભ્યો એકઠા થયા : ખેડૂતોને પાકવિમા, સરકારી શાળાઓ બંધ કરવાના મામલે અને નવજાત શિશુઓના મોત તેમજ મંદી, મોંઘવારી, બેરોજગારી, ખેડૂતોને દેવામાફી સહિતના મુદ્દાઓ લઈને રાજયપાલ આચાર્ય દેવવ્રત સાથે મુલાકાત કરશે access_time 5:18 pm IST