Gujarati News

Gujarati News

News of Wednesday, 8th January 2020

મોહિત સાથે આદિત્ય રોય કપૂરની હેટ્રીક

નિર્દેશક મોહિત સૂરીએ પાંચ વર્ષ પહેલા સિધ્ધાર્થ મલ્હોત્રા, રિતેશ દેશમુખ અને શ્રધ્ધા કપૂરને લઇને ફિલ્મ એક વિલન બનાવી હતી. લોકોને એ ફિલ્મ ખુબ ગમી હતી. હવે આ ફિલ્મનો પાર્ટ-૨ બનાવવામાં આવી રહ્યો છે. એક વિલન-૨  નામથી ફિલ્મ બનાવવાની તૈયારી થઇ ચુકી છે. આ વખતે જોન અબ્રાહમ, આદિત્ય રોય કપૂરની જોડીને લેવામાં આવી છે. જાણકારો કહે છે કે આ ફિલ્મ સિકવલ નહિ હોય પણ બિલકુલ નવી જ કહાની સાથે બનાવાશે. જેમાં જોન અને આદિત્યના પાત્રો એક બીજાની સામે જોવા મળશે. આ એક ઇન્ટેન્સ લવસ્ટોરી હશે. હજુ હિરોઇનની પસંદગી થવાની બાકી છે. થોડા સમય પહેલા જોન અને આદિત્યએ મોહિતને મળી સ્ક્રિપ્ટનો આઇડિયા સાંભળ્યો હતો જે બંનેને ખુબ પસંદ પડતાં ફિલ્મ સાઇન કરી લીધી હતી. પાછલી ફિલ્મમાં રિતેશ દેશમુખે વિલનનો રોલ નિભાવ્યો હતો. પાર્ટ-૨માં સંગીત પણ ફિલ્મનો ખાસ ભાગ હશે. આ ફિલ્મનું નિર્માણ ભુષણ કુમાર અને એકતા કપૂર કરી રહ્યા છે. મોહિત સાથે આદિત્યની આશિકી-૨, મલંગ પછી આ ત્રીજી ફિલ્મ છે.

(10:06 am IST)
  • સેન્સેકસ ૬૯ ડાઉન સાથે ૪૦૭૯૯: નીફટી ૩૩ ડાઉન સાથે ૧૨૦૧૯: રૂપિયો ૭૧.૮૩ access_time 1:01 pm IST

  • ટ્રેઝરી કચેરીનું પગાર બીલનું સર્વર ત્રણ દિ'થી ઠપ્પ : તમામ ચેકો અટકયાઃ પગારદારો-બીલ મૂકનારામાં દેકારોઃ મોટો ટેકનીકલ ફોલ્ટને કારણે રાજકોટની તિજોરી કચેરીનું પગાર બીલનું સર્વર ત્રણ દિ'થી ઠપ્પ : તમામ ચેકો અટકયા પગારદારો-બીલ મૂકનારામાં દેકારો : બીલ અંગેની કામગીરી ઠપ્પ : ગાંધીનગર પણ જાણ કરાઇ : ફોલ્ટ નિવારવા મથામણ.. access_time 3:58 pm IST

  • નાગરિકતા સંશોધન કાયદાના સમર્થનમાં ઉતરી અભિનેત્રી જુહી ચાવલા : બોલીવુડની અનેક હસ્તીઓએ સીએએ અને એનસીઆરનો વિરોધ કર્યો છે : દીપિકા પાદુકોણની જેએનયુની મુલાકાત બાદના વિવાદ વચ્ચે અભિનેત્રી જુહી ચાવલાએ ભાજપ સમર્થિત એક વિરોધ પ્રદર્શનમાં ભાગ લીધો : જુહીએ કહ્યું કે આપણામાંથી એવા કેટલા લોકોક હહે જૉ છેલ્લા પાંચ વર્ષમાં એકદિવસની પણ છૂટી લીધી નથી: એક આપણા વડાપ્રધાન છે છે સતત દેશને આગળ લાવવા પ્રયાસ કરે છે access_time 10:54 pm IST