Gujarati News

Gujarati News

News of Wednesday, 8th January 2020

નાગિન ફરી ટોચ પર

એકતા કપૂરનો નાગિન શો હમેંશા દર્શકોમાં લોકપ્રિય રહ્યો છે. આ શો શરૂ થતાં જ સલમાન ખાનના બિગ બોસને અસર પડી છે. નાગિન-૪ ટીવી પરદે શરૂ થતાં જ છવાઇ ગયો છે. આ કારણે સમગ્ર ટીમ ખુશ છે. સુપરનેચરલ થ્રિલર એવો આ શો ટીવી પરદે સોૈથી વધુ જોવામાં આવતો શો છે. ટીઆરપીના ચાર્ટમાં તે ટોચ પર રહે છે. કુંડલી ભાગ્ય, યે જાદૂ હૈ જીન કા પણ આ શો કરતાં પાછળ રહી ગયાનો નિર્માતાઓનો દાવો છે. નાગિન-૪ પહેલા સ્થાન પર પહોંચી ગયો હતો. કુંડલી ભાગ્ય અને યે જાદૂ હૈ જીનકા તેના પછીના સ્થાને છે. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા પણ ગયા અઠવાડીએ ચોથા સ્થાન પર રહ્યો હતો. ધ કપિલ શર્મા શોએ પણ પાંચમો ક્રમ જાળવ્યોહ તો. કુમકુમ ભાગ્ય છઠ્ઠા અને છોટી સરદારની સાતમા ક્રમે હતાં. યે રિશ્તા કયા કહેલાતા હૈ આઠમા સ્થાને પહોંચ્યો હતો. ઇન્ડિયન આઇડલ અને ડાન્સ પ્લસ પોતાનું પ્રદર્શન સુધારીને આગળ પહોંચ્યા છે. સલમાન ખાનના બિગ બોસને નાગિન-૪ને કારણે ઝઘટો લાગ્યો છે. બિગ બોસ શો ગયા અઠવાડીયએ ટોપટેનમાંથી બહાર નીકળી તેરમા સ્થાને હતો.

(10:04 am IST)