Gujarati News

Gujarati News

News of Tuesday, 8th January 2019

હું પૈસા કમાવા માટે અજાણ્યાઓનાં લગ્નોમાં નાચવા જતો નથી: જ્હોન અબ્રાહમ

મુંબઇ:  સફળ અભિનેતા અને ફિલ્મ સર્જક જ્હૉન અબ્રાહમે ફરી એકવાર એ લિસ્ટના કલાકારોની ફીરકી લેતું નિવેદન કર્યું હોવાની માહિતી મળી હતી.થોડા સમય પહેલાં પણ જ્હૉને કહેવાતા એ લિસ્ટના કલાકારો વિશે ટીકા કરી હતી અને એ સમયે એવું લાગતું હતું કે સલમાન ખાન અને જ્હૉન વચ્ચે બોલાચાલી કે મારામારી થઇ જાય તો નવાઇ નહીં. સદ્ભાગ્યે એવું બન્યું નહીં. એનું કારણ સમજી શકાય એવું છે. સલમાન પોતે બોડી બિલ્ડર હોવાનું સમજતો હોય તો જ્હૉન પણ કસરતી કાયા ધરાવે છે. ખુદ હોલિવૂડના સુપર એક્શન સ્ટાર સિલ્વેસ્ટર સ્ટેલોને જ્હૉનની કસરતી કાયાના વખાણ કર્યા હતા.તાજેતરમાં જ્હૉને ફરી એક ઇન્ટરવ્યૂમાં કહેવાતા સુપર સ્ટાર્સની ટીકા કરતું વિધાન કર્યું હતું. આ વિધાન વિવાદ સર્જે તો નવાઇ નહીં. જ્હૉને કહ્યું કે હું પૈસા કમાવા માટે અજાણ્યાઓનાં લગ્નોમાં નાચવા જતો નથી.આમેય જ્હૉન જરા હટ કે કહેવાય એવી બિનપરંપરાગત ફિલ્મો બનાવતો રહ્યો છે. મદ્રાસ કાફે, વીકી ડૉનર, પરમાણુ, સત્યમેવ જયતે વગેરે ફિલ્મો એવી બિનપરંપરાગત ફિલ્મો હતી જે લોકોને ગમી હતી અને હિટ નીવડી હતી.

(6:03 pm IST)