Gujarati News

Gujarati News

News of Tuesday, 8th January 2019

સતત પાંચમી વખત વરૂણ સાથે બનશે આલિયાની જોડી

ડેવિડ ધવનના પુત્ર વરૂણ ધવન અને મહેશ ભટ્ટની દિકરી આલિયા ભટ્ટે કારકિર્દીની શરૂઆત ફિલ્મ 'સ્ટુડન્ટ ઓફ ધ યર' થકી કરી હતી. આજે આ બંને બોલીવૂડમાં ટોચ પર છે. બંનેએ એનક સફળ ફિલ્મો આપી છે. પહેલી ફિલ્મ સાથે કર્યા પછી 'બદ્રીનાથ કી દુલ્હનીયા' અને 'હમ્પટી શર્મા કી દુલ્હનીયા' ફિલ્મોમાં પણ વરૂણ-આલિયા સાથે હતાં. આ ફિલ્મો પણ સુપરહિટ સાબિત થઇ હતી. હવે આ બંનેની જોડી ચોથી ફિલ્મ 'કલંક'માં સાથે કામ કરી રહી છે. વરૂણના પિતા ડેવિડ ધવનની ઇચ્છા વરૂણ-આલિયાને લઇને વધુ એક ફિલ્મ બનાવવાની છે. આ માટેની તૈયારી પણ શરૂ થઇ ગઇ છે. આ ફિલ્મ કુલી નંબર-૧ની સિકવલ હોવાની ચર્ચા છે. આલિયા વરૂણ સાથે પાંચમી વખત અને ડેવિડ ધવન સાથે પહેલી વખત કામ કરશે. આલિયા પોતાના પિતા મહેશ ભટ્ટની સડક-૨ પણ કરવાની છે.

(10:02 am IST)