Gujarati News

Gujarati News

News of Monday, 7th December 2020

વીડિયો હીરે હીરે પર લોકોની કોમેન્ટથી ગાયિકા ખફા થઈ

સિંગર સોના સોશિયલ મીડિયામાં ખૂબજ સક્રિય રહે છે : વલ્ગર કપડાં અને મીટુ પર અવાજ ઊઠાવવા સંદર્ભે લોકો અશ્લિલ ટિપ્પણ કરી રહ્યા છે જેની સામે સોના ગુસ્સામાં

મુંબઈ, તા. : સિંગર સોના મહાપાક્રા તેની પોસ્ટને લઇને સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચામાં રહે છે. અભિનેત્રી ખાસ કરીને કોઇને કોઇ મુદ્દા પર તેના વિચાર રજુ કરતી રહે છે.

 ગત શનિવારે સોનાએ તેના નવા મ્યુઝિક વીડિયો હીરે હીરે અંગે ટ્વિટ કર્યું છે. તેણે જણાવ્યું કે લોકો તેના વીડિયો પર અશ્લીલ કપડાને લઇને અને મીટું અંગે વાત કરી રહ્યા છે.

સોનાએ કોમેન્ટ કરતા લખ્યું, સોશિયલ મીડિયા પર મારા લેટેસ્ટ વીડિયોમાં ઘણી કોમેન્ટ્સ મને એવું જણાવી રહી છે કે તેમણે મારા મીટુ વિરુધ્ધ અવાજ ઉઠાવવા પર વિશ્વાસ નથી કારણકે હું એવા વલ્ગર કપડા પહેરું છું અને કદાચ હું ખોટું બોલી રહી છું અને એક એવી મહિલા છું જેને પુરૂષોનો ખોટો વ્યવહાર કરવો પસંદ છે.

વધુ એક ટ્વિટ કરતા સોનાએ લખ્યું, હું ખાસ કરીને આવી કોમેન્ટ્સને ડિલીટ કે બ્લોક કરી દઉં છું અહીં કેટલીક કોમેન્ટ્સ છે જેના મેં સ્ક્રીનશોટ્સ લીધા છે. લોકોએ જે રીતે લખ્યું છે તે લોકોને થોડુંક પણ સેંસ જેવુ નથી. સોનાની પોસ્ટ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહી છે.

(7:22 pm IST)