Gujarati News

Gujarati News

News of Monday, 7th December 2020

ડીસીપીના પાત્ર માટે દસ કિલો વજન વધાર્યુ ભાનુ ઉદય ગોસ્વામીએ

ટીવી ફિલ્મોના અભિનેતા-અભિનેત્રીઓ પાત્રની માંગ મુજબ અવાર-નવાર પોતાના વજન વધારતા, ઘટાડતા હોય છે. સ્ટાર પ્લસ પરના શો રૂદ્રકાલમાં ડીસીપી રંજન ચિત્તોડનું પાત્ર ભજવી રહેલા અભિનેતા ભાનુ ઉદય ગોસ્વામીએ પણ આ પાત્ર માટે પંદર દિવસમાં દસ કિલો વજન વધાર્યુ હતું. આ એક એકશન શો છે. ભાનુ ઉદયના કહેવા મુજબ ડીસીપીના પાત્ર માટે ફિટનેસ તો રાખવાની જ હતી, સાથો સાથ તે આ પાત્રને અનુરૂપ છે તે દેખાડવા માટે વજન વધારવું જરૂરી હતું. મને રોલ મળ્યો એના વીસ દિવસમાં જ શુટીંગ શરૂ થવાનું હતું. પણ એ પહેલા મને ફટાફટ દસ કિલો વજન વધારી દેવાની સુચના અપાઇ હતી. પછી મેં વધુમાં વધુ એવો ખોરાક લીધો જે જલ્દી પચતો નથી. ભોજનના સમયમાં પણ ફેરફાર કરી નાંખ્યો હતો. મોડી રાતે પણ ભોજન કરતો હતો. જન્ક ફૂડ અને રસ ગુલ્લા ખુબ ખાધા. બ્રેડ પણ ભરપુર ખાધી અને વજન વધી ગયું.

 

(9:39 am IST)