Gujarati News

Gujarati News

News of Monday, 7th December 2020

ચાહકોનો સહકાર મળે એટલે ઘણું: અનન્યા પાંડે

અનન્યા પાંડેએ કારકિર્દીની શરૂઆત રોમાન્ટીક ફિલ્મ સ્ટુડન્ટ ઓફ ધ યરથી કરી હતી. એ પછી તેણે ઘણીખરી એડ ફિલ્મો કરી છે અને છેલ્લે તે ખાલી પીલીમાં ઇશાન ખટ્ટર સાથે જોવા મળી હતી. અનન્યાએ આગમન સાથે જ અસંખ્ય ચાહકો ઉભા કરી લીધા છે. તે કહે છે લોકોની તમારી પાસે જે અપેક્ષા હોય તેના કારણે તમારા પર દબાણ રહે છે, આ દબાણ જ તમને સારુ કામ કરવા પ્રેરણા આપે છે. હું સોૈની આભારી છું કે હજુ થોડુ જ કામ કર્યુ છે અને ખુબ મોટી સંખ્યામાં મારા ચાહકો બની ગયા છે. હું ઘણીવાર જાહેર સ્થળોએ જાઉ છું ત્યારે પણ ચાહકો મારી પાસે દોડી આવે છે અને સેલ્ફી લેવાનું કહે છે. તેઓ મારી પાસે વધુને વધુ સારા કામની આશા રાખે છે.

એક એકટરને હમેંશા દર્શકોની જરૂર હોય છે. અમને લોકોનો સહકાર મળે બસ એનાથી વધુ શું જોઇએ. હાલમાં મને અલગ-અલગ પ્રોજેકટ મળી રહ્યા હોવાથી હું ખુશ છું. શકુન બત્રાની ફિલ્મમાં હું દિપીકા અને સિધ્ધાંત સાથે છું. તો વ્જિય દેવરાકોન્ડા સાથે પણ કામ કરી રહી છું. હવે મારી ઇચ્છા એક જોરદાર એકશન ફિલ્મમાં કામ કરવાની છે.

(9:39 am IST)