Gujarati News

Gujarati News

News of Friday, 7th December 2018

મૂવી રિવ્યૂઃ મિડનાઈટ્સ વિથ મેનકા :ફિલ્મમાં ઉત્તમ મેસેજ સાથે કોમેડી જમાપાસું :હ્યુમર અને ઈમોશનનો ડોઝ :પ્રેક્ષકોને કંટાળાજનક નહિ લાગે

મુંબઈ :‘શું થયું’, ‘છેલ્લો દિવસ’, ‘લવની ભવાઈ’, ‘પાસપોર્ટ’ અને તાજેતરમાં જ આવેલી ‘શરતો લાગુ’ પછી મલ્હાર ઠાકર અભિનિત ફિલ્મ ‘મિડનાઈટ્સ વિથ મેનકા’ રીલિઝ થઈ ગઈ છે. આ ફિલ્મમાં મલ્હાર ઠાકર પોતે એક ગુજરાતી સુપરસ્ટાર તરીકે જ જોવા મળશે. આ એક સુપરસ્ટારની ફેક બાયોપિક છે. જે પોતાનું કરિયર જમાવવા માટે એક ફેક ન્યૂઝની મદદ લે છે. પરંતુ આગળ જતાં આ જ ફેક ન્યૂઝ તેના ગળાનો ગાળિયો બની જાય છે. તેમાંથી છુટવા માટે તે કેવા પ્રકારનો સંઘર્ષ કરે છે અને આ દરમિયાન કેવા ઉતાર ચડાવ આવે છે? આખરે આ મેનકા કોણ છે ? મલ્હારની લાઈફમાં તે શું ભાગ ભજવે છે ? તે જોવા માટે તમારે થિયેટરમાં જ જવું પડશે.

 આ ફિલ્મમાં એક એક્ટરની જિંદગીની અંદર ડોકિયું કરતી સ્ટોરી દર્શાવવામાં આવી છે. તે ઉપરાંત આ ફિલ્મ એક સારો મેસેજ પણ આપે છે. આ ફિલ્મમાં નાટક અને 70MM પડદા પરનું કોમ્બિનેશન સારી રીતે દર્શાવવામાં આવ્યું છે. ફિલ્મની સ્ટોરી સામાન્ય છે પરંતુ તેને જે રીતે પડદા પર રજૂ કરવામાં આવી છે. તે વખાણવાં લાયક છે. ફિલ્મમાં અનેક ક્ષણો એવી આવે છે. જે એક સુપરસ્ટારની ઝાકઝમાળભરી લાઈફ પર તમને વિચારવા પર મજબૂર કરી દે છે. મેનકા તમને વિદ્યા બાલનની ‘તુમ્હારી સુલુ’ની યાદ અપાવે છે.
  ફર્સ્ટ હાફમાં સ્ટોરી થોડી નબળી પડતી જણાય છે પરંતુ ફિલ્મનો બીજો હાફ તમને જકડી રાખે છે. ફિલ્મનું એડિટીંગ હજુ વધારે સારી રીતે કરી શકાયું હોત. આ ઉપરાંત ફિલ્મમાં અનેક વસ્તુ એવી છે. જેનું રિપિટેશન પણ ટાળી શકાયું હોત. ઓવરઓલ આ ફિલ્મની વાત કરવામાં આવે તો ડિરેક્ટર વિરલ શાહે ઉત્તમ પ્રયત્ન કર્યો છે. આ ફિલ્મને રશ્મિન મજીઠીયાએ પ્રોડ્યુસ કરી છે. ફિલ્મમાં અંતે એક શાનદાર અને ઈમોશનલ મેસેજ પણ આપવામાં આવ્યો છે.
  ફિલ્મની કોમેડી તેનું સૌથી ઉત્તમ જમાપાસું છે. હાર્દિક સંગાણી અને મલ્હાર ઠાકરની કેમેસ્ટ્રી ફિલ્મની USP છે. ઈશા કંસારાએ મલ્હારની ગર્લફ્રેન્ડના રોલમાં સારો ન્યાય આપ્યો છે તો મલ્હારની ધીરગંભીર અને સમજદાર બહેનના રોલમાં વીનિતા મહેશના એક્સપ્રેશન્સ લાજવાબ છે. આ કલાકારો ઉપરાંત સપોર્ટિંગ રોલમાં સીનિયર એક્ટર મેહુલ બુચ, આશીષ કક્કર, પાર્થ ઓઝાએ પણ કેરેક્ટરને સારી રીતે ન્યાય આપ્યો છે.
 આ બધાં જ કલાકારો ઉપરાંત ફિલ્મમાં નરેશ કનોડિયાનો ગેસ્ટ અપિરિયન્સ દર્શકોને મજા કરાવી દે છે. ઓવરઓલ ફિલ્મમાં હ્યુમર અને ઈમોશનનો ડોઝ છે. જે પ્રેક્ષકોને કંટાળાજનક નહિ લાગે.

(12:29 am IST)
  • ગીરસોમનાથ :તાલાલાના બોરવાવ ગામે પીતાની નજર સામે 8 વર્ષના પૂત્ર પર દિપડાએ કર્યો હુમલો:પિતાએ દીપડાનો પીછો કરતા ઇજાગ્રસ્ત પૂત્રને છોડી દીપડો નાસી છુટ્યો :વનવીભાગે બે પીંજરા મૂકતા હુમલાખોર દીપડો ઝડપાયો access_time 3:30 pm IST

  • પેરિસમાં વિરોધ પ્રદર્શનને પગલે એફિલ ટાવર પ્રવાસીઓ માટે બંધ કરાયો :છેલ્લા એક દાયકામાં સૌથી ખરાબ હિંસાના માહોલને ધ્યાને લઈને ફ્રાન્સની સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરવા પોલીસની સંખ્યા 65 હજારથી વધારીને 89 હજાર કરી દેવાઈ access_time 12:45 am IST

  • દેશમાં દર આઠમાંથી એક મોત વાયુ પ્રદુષણથીઃ હેલ્થ મીનીસ્ટ્રીના અભ્યાસનું તારણઃ આઉટડોર પ્રદુષણથી ૧૦ લાખથી વધુના મોત ર૦૧૭ મા વાયુ પ્રદુષણથી થયેલ મોતમાં અર્ધા થી વધારેની ઉમર ૭૦ થી ઓછી : રીસર્ચ પેપર પ્રમાણે દુનિયાની ૧૮ ટકા વસ્તી ભારતમાં: ર૬ ટકા મોત વાયુ પ્રદુષણને કારણે : દિલ્હી, ઉતરપ્રદેશ, બિહાર, હરીયાણા, વાયુ પ્રદુષણઃ આયુષ્ય ૧.૭ વર્ષ ઘટે access_time 11:47 pm IST