Gujarati News

Gujarati News

News of Friday, 7th December 2018

પ્રિયંકા ચોપરા જોસ નામ થઇ ગયુ પરંતુ દીપિકા પાદુકોણની સરનેમ કે નામમાં બદલાવ હજુ સુધી નથી થયો

લગ્ન બાદ પ્રિયંકા ચોપરા અને નિક જોનસ સતત ચર્ચામાં રહ્યા છે. દિલ્હીમાં શાનદાર રિસેપ્શન બાદ ગઈકાલે પ્રિયંકા અને નિક મુંબઈ પાછા ફર્યા હતા. પ્રિયંકા લગ્ન પછી પતિની સંસ્કૃતિ અને કુટુંબને સંપૂર્ણપણે અપનાવી લેવા માંગે છે. આથી તેણે પોતાનું નામ બદલીને પ્રિયંકા ચોપરા જોનસ કરી નાંખ્યું છે.

સોશિયલ મીડિયા પર નામ બદલ્યુઃ

પ્રિયંકાએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર નામ બદલને પ્રિયંકા ચોપરા જોનસ કરી નાંખ્યું છે. તમે અહીં પ્રિયંકાના ઑફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટનો સ્ક્રીન શૉટ જોઈ શકો છો.

પ્રિયંકા કામે વળગીઃ

પ્રિયંકાએ દિલ્હીમાં રિસેપ્શન બાદ સામાજિક અને ડેટિંગ એપ બંબલના લોન્ચમાં હાજરી આપી હતી. પ્રિયંકાએ પોતે એપમાં ઈન્વેસ્ટ કર્યું હતું. તેનો ઉદ્દેશ સોસાયટીમાં બદલાવ લાવવાનો અને સ્ત્રીઓનું સશક્તિકરણ કરવાનો છે. એપ ટિંડર છોડનારા વ્હિટની વોલ્ફ હર્ડે બનાવી છે. લગ્ન પછી તરત પ્રિયંકા કામમાં વ્યસ્ત થઈ ગઈ છે.

દીપિકાએ નથી બદલ્યુ નામઃ

પ્રિયંકાની કટ્ટર હરીફ દીપિકા પાદુકોણ પણ લગ્ન પછી મેગેઝિન્સને ઈન્ટરવ્યુ આપી રહી છે. લગ્ન દરમિયાન પણ સતત પ્રિયંકા અને દીપિકાની સરખામણી થઈ રહી હતી. ઉલ્લેખનીય છે કે દીપિકા પાદુકોણેએ અત્યાર સુધી પોતાની સરનેમ કે નામમાં કોઈ બદલાવ કર્યો નથી.

મસ્તાની ભવનાની કબ હોગી?

ઉલ્લેખનીય છે કે લગ્ન બાદ દીપિકાના સસરાએ મજાકમાં કહ્યું હતું કે- ‘મસ્તાની અભી ભવનાની હો ગઈપરંતુ દીપિકાએ હજુ સુધી પોતાની અટક બદલી નથી. એક જાણીતા એસ્ટ્રોલોજરે દીપિકાને લગ્ન પછી નામ બદલવાની સલાહ આપી છે.

(5:21 pm IST)
  • અમદાવાદ :વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી વાઈબ્રન્ટ સમિટ પહેલા જાન્યુઆરીમાં ગુજરાત પ્રવાસે આવે તેવી શક્યતા :સરદાર પટેલ ઇન્સ્ટીટયુટ ઓફ રીસર્ચના ઉદ્ઘાટન પ્રસંગે આવી શકે છે ગુજરાત access_time 3:16 pm IST

  • પોરબંદર :રાણાબોરડી ગામેથી બોગસ ડોક્ટરને ઝડપી પાડતી પોરબંદર એલસીબી: કોઈપણ પ્રકારની ડિગ્રી વગર એલોપેથીક દવાઓ સાથે કરતો હતો પ્રેક્ટીસ:બોગસ ડોક્ટર વિરુદ્ધ ગુજરાત મેડીકલ પ્રેકટીશનર એક્ટ મુજબ રાણાવાવ પોલીસ સ્ટેશન ખાતે નોંધાયો ગુનો access_time 3:30 pm IST

  • મોરબીના રવાપર ધૂનડા રોડ પર નવા બની રહેલાં બિલ્ડીંગમાં લિફ્ટના ખાચામાં યુવકનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી છેપ્રાથમિક તપાસમાં પોલીસને મૃતક યુવાન પરપ્રાંતિય હોવાનું જાણવા મળ્યું છેપોલીસે સમગ્ર બનાવ ની ગંભીરતાપૂર્વક નોંધ લઈ યુવાન ના મોત અંગેનું કારણ અને પરિવારની શોધખોળ હાથ ધરી છે access_time 3:56 pm IST