Gujarati News

Gujarati News

News of Friday, 7th December 2018

હવે નિર્માત્રી બનશે રિચા ચઢ્ઢા

મુંબઇ: દેશીવિદેશી ફિલ્મોમાં અભિનય કરી ચૂકેલી અભિનેત્રી રિચા ચડ્ડા હવે નિર્માત્રી બની રહી હોવાની જાણકારી મળી હતી. અત્યાર અગાઉ અનુષ્કા શર્મા અને પ્રિયંકા ચોપરા જેવી મોખરાની અભિનેત્રીઓ નિર્માત્રી બની ચૂકી છે.બે વર્ષ પહેલાં રિચાએ પોતાની બહેનપણીની એક શોર્ટ ફિલ્મ ખોં આલી ચિઠ્ઠી ફિલ્મની સૂત્રધાર તરીકે ફરજ બજાવી હતી. જો કે આ ફિલ્મ સાવ ટૂંકી પણ નહોતી. પરંતુ એને લાર્જ શોર્ટ ફિલ્મ ગણાવાઇ હતી.હવે રિચા ફૂલ ફ્લેજ્ડ નિર્માત્રી બની રહી છે અને એની પહેલી ફિચર ફિલ્મ ફ્લોર પર જવાની તૈયારીમાં હોવાની જાણકારી મળી હતી. આ ફિલ્મની સ્ટોરી રિચાની ન્યૂયોર્ક સ્થિત બહેનપણી અને ફિલ્મ સર્જક શુચિ તલાટીએ લખી છે. આ  ફિલ્મ એક ટીનેજ લવ સ્ટોરી હોવાની માહિતી મળી હતી. આ ફિલ્મને હજુ ટાઇટલ આપવાનું બાકી છે. અત્યારે એને અનટાઇટલ્ડ ફિલ્મ તરીકે ઓળખાવાઇ રહી છે.આ વિશે મિડિયા સાથે વાત કરતાં રિચાએ કહ્યું કે આજે મોટા ભાગના સફળ અદાકારો ફિલ્મ નિર્માણ તરફ વળી રહ્યા છે જેથી પોતાનાં રસરુચિ મુજબની સારી ફિલ્મો પોતે જાતે બનાવી શકે. અન્યની ફિલ્મોમાં માત્ર અભિનય કરવાનો હોય છે. એમાં સર્જનની તક બહુ ઓછી મળે જ્યારે તમે પોતે પ્રોડયુસર હો તો તમને ગમતી કથા પરથી ફિલ્મ બનાવી શકો. હું મારી બહેનપણી સાથે આ ફિલ્મ બનાવી રહી છું. 

(4:17 pm IST)
  • સુરત: ઉધના વિસ્તારમાં સ્ટેટ વિજિલન્સ દ્વારા દારૂની રેડનો કેસ :સુરત પોલીસ કમિશનર સતીશ શર્માએ ઉધના પીઆઇ એમપી પરમારને સસ્પેન્ડ કર્યા:સ્ટેટ વિજિલન્સ દ્વારા રેડ કરી 2 લાખ 24 હજારનો દારૂ જપ્ત કર્યો હતો access_time 12:04 am IST

  • અમદાવાદ :વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી વાઈબ્રન્ટ સમિટ પહેલા જાન્યુઆરીમાં ગુજરાત પ્રવાસે આવે તેવી શક્યતા :સરદાર પટેલ ઇન્સ્ટીટયુટ ઓફ રીસર્ચના ઉદ્ઘાટન પ્રસંગે આવી શકે છે ગુજરાત access_time 3:16 pm IST

  • રાજકોટ : અંગ્રેજી કેલેન્ડર પ્રમાણે આજે પ્રમુખ સ્વામી મહારાજનો ૯૮મો જન્મજયંતિ મહોત્સવ : ૪૦૦ જેટલા ગરીબ દર્દીઓના નિઃશુલ્ક ઓપરેશન માટે રજીસ્ટ્રેશન પ્રક્રિયા કરાઈ access_time 3:20 pm IST