Gujarati News

Gujarati News

News of Friday, 7th December 2018

અધધ...વરુણ ધવન ABCD-3 માટે લેશે 21 કરોડ

મુંબઇ:  મોખરાના કોરિયોગ્રાફર કમ ફિલ્મ સર્જક રેમો ડિસોઝાની હિટ ફિલ્મ સિરિઝ ABCDની ત્રીજી કડી માટે અભિનેતા વરુણ ધવને ૨૧ કરોડ રૂપિયા જેટલું મહેનતાણંુ માગ્યું હતું અને એ સ્વીકારવામાં આવ્યું હોવાની માહિતી મળી હતી.૨૦૧૨માં ખમતીધર ફિલ્મ સર્જક કરણ જોહર નિર્દેશિત ફિલ્મ સ્ટુડન્ટ ઑફ ધી યરથી કારકિર્દી શરૂ કરનારા વરુણે છ વર્ષમાં હાઇયેસ્ટ પેઇડ એક્ટર ગણાય એવી સિદ્ધિ પ્રાપ્ત કરી લીધી હતી. સ્ટુડન્ટ ઑફ ધી યરનો એનો સહકલાકાર સિદ્ધાર્થ મલ્હોત્રા છ વર્ષમાં હિટ કહી શકા એવી એક પણ ફિલ્મ આપી શક્યો નથી.વરુણની છેલ્લી ત્રણે ફિલ્મો જુડવા ટુ, ઓક્ટોબર અને સુઇ ધાગા હિટ નીવડી હતી. એમાંય ઓક્ટોબર અને સુઇ ધાગામાં તો એણે નોન-ગ્લેમરસ રોલ કર્યા હતા. આમ છતાં એ ફિલ્મો હિટ સાબિત થઇ હતી. જો કે આ બંને ફિલ્મોએ બોક્સ ઑફિસ પર ધીંગો બિઝનેસ કર્યો નહોતો. પરંતુ ફિલ્મો વખણાઇ હતી.જુડવા ટુથીજ એ એ લિસ્ટના કલાકારોની યાદીમાં આવી ગયો હતો. આ માહિતી આપનારા સૂત્રોએ કહ્યંુ કે યંગ કલાકારોમાં વરુણ સૌથી વધુ બેન્કેબલ અભિનેતા ગણાતો થઇ ગયો છે અને ૨૧ કરોડની એની માગણી સ્વીકારાતાં એ રણવીર સિંઘ અને રણબીર કપૂરની હરોળમાં આવી ગયો હતો. ABCD ૩ ફોર ડી અને આઇમેક્સમાં રજૂ થવાની છે. આ ફિલ્મ ૨૦૧૯ના મેની આઠમીએ રજૂ થશે.

 

(4:17 pm IST)