Gujarati News

Gujarati News

News of Thursday, 7th December 2017

હોરર કોમેડીમાં સાથે જોવા મળશે શ્રદ્ધા કપૂર અને રાજકુમાર રાવ

મુંબઇ:  ટોચનો અભિનેતા રાજકુમાર રાવ નજીકના ભવિષ્યમાં ટોચની અભિનેત્રી શ્રદ્ધા કપૂર સાથે એક ફિલ્મ કરશે એવું જાણવા મળ્યુ હતું. છેલ્લા કેટલાક સમયથી રાજકુમાર રાવ સતત સમાચારના કેન્દ્રમાં રહ્યો હતો. એની ફિલ્મો ન્યૂટન, ટ્રેપ્ડ, બરેલી કી બરફી, વગેરે હિટ નીવડી હતી અને એના અભિનયના વખાણ થયા હતા.  એને બરેલી કી બરફી માટે બેસ્ટ સપોર્ટિંગ એક્ટરનો એવોર્ડ પણ મળ્યો હતો. શ્રદ્ધા હાલ બાહુબલિ ફેમ પ્રભાસ સાથે સાહો ફિલ્મ કરી રહી છે. એની સાઇના નેહવાલની ફિલ્મ કોઇ કારણે વિલંબમાં પડી છે. લેટેસ્ટ માહિતી મુજબ રાજકુમાર રાવ શ્રદ્ધા કપૂર સાથે એક હોરર કોમેડી ફિલ્મ કરવાનો છે. ખુદ રાજકુમાર રાવે ટ્વીટર પર આ સમાચારને સમર્થન આપતો સંદેશો મૂક્યો હતો. એણે લખ્યું હતું, 'સુપર એમેઝિંગ શ્રદ્ધા કપૂર સાથે એક હોરર કોમેડી ફિલ્મ કરવાની તક મળી રહી છે તેથ સુપર ઉત્તેજના અનુભવી રહ્યો છું.... શ્રદ્ધા મારા મિત્ર પ્રોડયુસર મેડોક ફિલ્મ્સના દીનુ સાથે આ ફિલ્મ કરવાની છે જેને ટોચની ડાયરેક્ટર જોડી ડીકે અને રાજ નિર્દેશન કરવાના છે.

 

(5:52 pm IST)