Gujarati News

Gujarati News

News of Thursday, 7th December 2017

સેફ અલી ખાનની ફિલ્મ 'કાલાકાંડી'ને સેન્સર બોર્ડે આપી લીલીઝડી

મુંબઇ: અભિનેતા ફિલ્મ સર્જક  સૈફ અલી ખાનને મુખ્ય ભૂમિકામાં ચમકાવતી ફિલ્મ કાલાકાંડીને આખરે સેન્સર બોર્ડે મંજૂરી આપી હતી અને બુધવારે આ ફિલ્મની રિલિઝ ડેટ ઐાપચારિક રીતે જાહેર કરવામાં આવી હતી. ૨૦૧૮ના જાન્યુઆરીની ૧૨મીએ આ ફિલ્મ રજૂ કરવાની યોજના છે. બુધવારે આ ફિલ્મનું ટ્રેલર રિલિઝ કરાયું હતું. જો કે સૈફ અલી ખાનના પ્રવક્તાએ એવો પણ અણસાર આપ્યો હતો કે જરૃર પડયે અમે ફિલ્મની રિલિઝ ડેટ પોસ્ટપોન કરીશું. ટોચના ફિલ્મ સર્જક સંજય લીલા ભણસાલીની મેગાબજેટ મલ્ટિસ્ટાર ફિલ્મ પદ્માવતી ૧૨ જાન્યુઆરીએ રજૂ થવાની વાતો સંભળાય છે એ સંદર્ભમાં સૈફના પ્રવક્તાએ કહ્યું કે પદ્માવતી ૧૨ જાન્યુઆરીએ રજૂ થવાની હશે તો અમે કાલાકાંડીની રિલિઝ ડેટ બદલાવી નાખીશું. અમારે કોઇ ફિલ્મની સાથે ટક્કર કરવી નથી.

 

(5:52 pm IST)