Gujarati News

Gujarati News

News of Thursday, 7th December 2017

બોલીવુડની દેશીગર્લ પ્રિયંકા એશિયાની સૌથી 'સેકસી મહિલા'

લંડનના એક સર્વેમાં પ્રિયંકા મોખરેઃ પાંચમી વાર આ ટાઇટલ મેળવ્યું

નવી દિલ્હી તા. ૭ : બોલીવુડની દેશીગર્લ અને કવાન્ટિકો ફેમ એકટ્રેસ પ્રિયંકા ચોપડા એશિયાની સૌથી સેકસી મહિલા બની છે. પ્રિયંકા ચોપડાને બ્રિટનમાં એક વર્ષની પસંદગીમાં એશિયાની સૌથી સેકસી મહિલા માનવામાં આવી છે. લંડનના સાપ્તાહિક સમાચારપત્ર ઇસ્ટર્ન આઇ દ્વારા કરાયેલા ૫૦ સેકિસએસ્ટ 'એશિયન વુમન' પસંદગી પ્રિયંકા ચોપડા મોખરે છે. તેઓએ રેકોર્ડ બનાવીને પાંચમીવાર આ ટાઇટલને મેળવ્યું છે. દિપિકાને વર્ષ ૨૦૧૬માં આ ટાઇટલ મળ્યું હતું. પ્રિયંકા ચોપડાએ આ ઓનલાઇન સર્વેમાં તેના માટે વોટ કરતા બધા લોકોનો આભાર માનીને કહ્યું 'હું આનો ક્રેડીટ લઇ શકુ નહીં. તેનો ક્રેડીટ મારા જેનેટિકસ અને તમારી નજરને જાય છે. વધુમાં તેઓએ કહ્યું, હું તેના માટે આભાર છું. અને આગળ તેને જાળવી રાખવું મહત્વપૂર્ણ છે.'ઇસ્ટર્ન આઇના એન્ટરટેનમેન્ટ એડિટર અને ૫૦ સેકિસએસ્ટ એશિયન વુમનના સંસ્થાપક અસજાદ નજીરે ચોપડાને 'સુંદર, બુધ્ધિશાળી, બહાદુર અને લાગણીશીલ મહિલાનું મિશ્રણ ગણાવ્યું.' પ્રિયંકા ચોપડા ઉપરાંત આ સર્વેમાં ભારતની નાના પડદાની સ્ટાર નિયા શર્મા બીજા સ્થાન પર રહી.

(3:56 pm IST)