Gujarati News

Gujarati News

News of Thursday, 7th December 2017

અમિતાભ, ફાતિમા અને આમિર જશે થાઇલેન્ડ

મુંબઇ તા.૭: અમિતાભ બચ્ચન, આમિર ખાન અને ફાતિમા સના શેખ બહુ જલદી થાઇલેન્ડ જશે. તેઓ હાલમાં 'ઠગ્સ ઓફ હિન્દોસ્તા'નું શૂટિંગ કરી રહ્યા છે. આ ફિલ્મનું પહેલું શેડ્યુલ માલ્ટામાં શૂટ કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ બીજં શેડ્યુલ મુંબઇમાં કરવામાં આવ્યું  હતું. મુંબઇમાં શુટિંગ દરમ્યાન આમિર અને અમિતાભ બચ્ચન બન્નેના લુક પણ લીક થઇ ગયા હતા. આ ફિલ્મનું ત્રીજંુ શેડ્યુલ હવે થાઇલેન્ડમાં કરવામાં આવશે. ફિલ્મમેકર્સે એકટર્સને ત્યાં શેનું શૂટિંગ કરવામાં આવશે એ વિશે એક પણ શબ્દ બોલવાની ના પાડી દીધી છે. જોકે થાઇલેન્ડમાં શૂટિંગ કરવામાં આવી રહ્યું હોવાથી લાગે છે કે તેઓ જંગલના દૃશ્યનું શૂટિંગ કરશે.જોકે કેટરિના કૈફ તેમની સાથે નથી જઇ રહી. તે મુંબઇમાં રહીને તેની ફિલ્મ 'ટાઇગર ઝિંદા હૈ' નું પ્રમોશન કરશે.

 

(4:21 pm IST)