Gujarati News

Gujarati News

News of Thursday, 7th December 2017

અસલી ઘટનાઓ પર આધારીત 'અય્યારી'નું શુટીંગ કાશ્મીર ઘાટીમાં નિર્દેશક નિરજ પાંડે ફરી વખત લાવી રહ્યા છે રોમાંચક ફિલ્મ

મુંબઇ તા. ૭: નિર્દેશક નીરજ પાંડેની ગઈ ફિલ્મ 'એમ.એસ.ધોની : ધ અન્ટોલ્ડ સ્ટોરી' એ બોકસ ઓફીસ પર ધૂમ મચાવીને દર્શકોના દિલ જીતી લીધા હતાંં.નીરજ પાંડે ના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મને ખૂબજ સરાહના મળી હતી. એમ.એસ.ધોની જેવી ઉમદા ફિલ્મ આપ્યા પછી હવે 'અય્યારી'માં ફરી વખત નીરજ નિર્દેશનની જવાબદારી સંભાળી રહ્યા છે. નીરજ પાંડે પોતાની ફિલ્મને અત્યંત સારી રીતે દર્શકો સામે પ્રસ્તુત કરવા માટે જાણીતા છે.

'અ વેન્સડે,બેબી,સ્પેશ્યલ-૨૬,એમ.એસ.ધોની : ધ અન્ટોલ્ડ સ્ટોરી જેવી ઉમદા અને બેમિસાલ ફિલ્મો આપ્યા બાદ નીરજ પાંડે ની આવનારી ફિલ્મ 'અય્યારી' સત્ય ઘટનાઓથી પ્રેરિત છે.આ ફિલ્મ સિદ્ઘાર્થ મલ્હોત્રા, મનોજ વાજપેયી, રકુલ પ્રીત, પૂજા ચોપડા, નસીરુદિન શાહ અને અનુપમ ખેર જેવા પ્રભાવી કલાકારોથી ભરેલી છે. ફિલ્મની વાર્તા દિલ્લી,લંડન અને કાશ્મીરથી જોડાણ રાખે છે. નીરજ પાંડે કે જેને અસલી જગ્યાઓ પર શૂટ કરવું પસંદ છે,આથી તે કાશ્મીર ઘાટીના થોડા ભાગમાં પણ આ ફિલ્મનું શુટીંગ કરશે. આ  ફિલ્મ પ્લાન સી સ્ટુડિયોઝ અને જયંતીલાલ ગડા(પેન) દ્વારા પ્રસ્તુત કરવામાં આવી છે. શિતલ ભાટિયા,ધવલ જયંતીલાલ ગડા દ્વારા નિર્મિત ફિલ્મ ૨૬મી જાન્યુઆરીએ રિલીઝ થશે.

 

(1:05 pm IST)