Gujarati News

Gujarati News

News of Thursday, 7th December 2017

ગલી બોયનું શુટીંગ શરૂ થવાની રાહ જોઇ રહી છે આલિયા

આલિયા ભટ્ટ આગામી ફિલ્મ ગલી બોયને કારણે ખુબ જ ઉત્સાહિત છે. નિર્દેશક જોયા અખ્તરની આ ફિલ્મમાં આલિયા અને રણવીર સિંહ પહેલી વખત એક સાથે કામ કરી રહ્યા છે. આલિયા કહે છે હું આ ફિલ્મમાં કામ કરવાની તક મળવાને કારણે આનંદિત છું. હવે જલ્દીથી ફિલ્મનું શુટીંગ શરૂ થાય તેની હું રાહ જોઇ રહી છું. મેં અગાઉ રણવીર સાથે એડ ફિલ્મ કરી હતી ત્યારથી હું સમજી ગઇ હતી કે રણવીર તેના કામ માટે એકદમ પાગલ છે, તે એનર્જીથી ભરપુર છે. અમે એડનું શુટીંગ કરતાં હતાં ત્યારે તે સતત પોતાના પાત્ર વિશે જ વિચારતો હતો. તે કદી પણ કામ સિવાયની વાત કરતો નહોતો. હવે તેની સાથે ફિલ્મ કરવાની છું આ કારણે પણ ખુશ છું. આલિયા કહે છે જો જુડવા-૩ બનશે તો મારે કામ કરવું છે. મેં વરૂણને પણ આ બાબતે કહ્યું છે. જો કે કોમેડી કરીને દર્શકોને હસાવવાનું કામ સરળ નથી.

 

(8:54 am IST)