Gujarati News

Gujarati News

News of Thursday, 7th December 2017

કેટરીના કૈફથી ફાતિમા સના શેખને લાગી રહ્યો છે ડર

આમિર ખાનની આગામી ફિલ્મ ઠગ્સ ઓફ હિન્દુસ્તાનમાં ધૂમ-૩ ગર્લ કેટરીના કૈફ અને દંગલ ગર્લ ફાતિમા સના શેખ બંને સાથે છે. પણ આ બંને અભિનેત્રીઓ વચ્ચે અમુક બાબતે મતભેદ હોવાની ચર્ચા થઇ રહી છે. આ કારણે ફાતિમા પોતે કેટરીનાથી અસુરક્ષા અનુભવી રહી છે. ફાતિમા અને કેટરીના કૈફ વચ્ચે ફિલ્મના સેટ પર તણાવ જનક પરિસ્થિતિ ઉભી થઇ ગઇ હતી. કેટરીના હમેંશા પોતાની બોડીને કારણે ચર્ચામાં રહે છે, આ ફિલ્મમાં પણ તે શાનદાર દેખાવાની છે.

બોડી અને લૂકસ પર તે ખાસ ધ્યાન રાખી રહી છે. ખુબસૂરત કાળી આંખો, લહેરાતા વાળ અને સેકસી ડ્રેસીસને કારણે તે વધુ હોટ દેખાવાની છે. જીમમાં તેણે કરેલી મહેનત પરદા પર દેખાવાની છે. દંગલ ગર્લ આ કારણે થોડી ગભરાઇ ગઇ છે. વળી તેની આ બીજી જ ફિલ્મ છે.

 

(8:54 am IST)