Gujarati News

Gujarati News

News of Thursday, 7th December 2017

નવા શોમાં મોહિત રૈનાનો હશે તદ્દન અલગ જ લૂક

દેવો કે દેવ મહાદેવ શોમાં ભગવાન શીવનું પાત્ર ભજવી ચુકેલો મોહિત રૈના અંતરિક્ષ એક અમર કથા, બંદિની, ચેહરા, ગંગા કી ધીજ સહિતના શો પણ કરી ચુકયો છે. હવે તે બેટલ ઓફ સારાગઢી નામના ટીવી શોમાં કામ કરી રહ્યો છે. તેની સાથે મુકુલ દેવ અને સુજૈન બર્નર્ટ પણ છે. મોહિત કહે છે હું હાલમાં જે શો કરી રહ્યો છું તે વિષય પર ફિલ્મ પણ બની રહી છે. અમારો શો જાન્યુઆરીમાં કદાચ લોન્ચ થઇ જશે. ૧૮૯૭ની કહાની એક લડાઇ પરની આ શોની કહાની છે. જેમાં હું તદ્દન અલગ લૂકમાં જોવા મળીશ. હું આ સિરીયલમાં મુખ્ય ભૂમિકા નિભાવી રહ્યો છું. મોહિત કહે છે મારી પાસે અનેક પ્રકારના શો માટે રોલની ઓફર આવતી રહે છે. પરંતુ મને આ શો વધુ ગમ્યોહ તો. ૨૦૧૫માં મેં થોડો સમય આરામ કરી પછી ચક્રવર્તી અશોક સમ્રાટમાં કામ કર્યુ હતું.

 

(9:59 am IST)