Gujarati News

Gujarati News

News of Thursday, 7th December 2017

એક રિલીઝ નથી થઇ ત્યાં બીજી ફિલ્મ મળી ગઇ સારાને

સૈફ અલી ખાન અને અમૃતા સિંઘની દિકરી સારા અલી ખાનની પહેલી ફિલ્મ હજુ રિલીઝ પણ નથી થઇ ત્યાં તેને બીજી ફિલ્મ મળી ગઇ છે. આ કારણે તે અને તેની માતા અમૃતા અત્યંત ખુશ છે. સારા હાલમાં 'કેદારનાથ' નામની ફિલ્મ કરી રહી છે, જેમાં તેનો હીરો સુશાંતસિંહ છે. આ ફિલ્મ અભિષેક કપૂર બનાવી રહ્યા છે.

બીજી તરફ કરણ જોહર એક ફિલ્મ બનાવી રહ્યાો છે જેમાં તે સારાને લઇ રહ્યો છે. પ્રારંભે કરણ જ સારાને બોલીવૂડમાં એન્ટ્રી કરાવવાનો હતો. પરંતુ તે શ્રીદેવીની દિકરી જ્હાન્વીની ફિલ્મને કારણે વ્યસ્ત થઇ જતાં બીજી તરફ અભિષેક કપૂરની ફિલ્મ સારાએ મેળવી લીધી હતી. હવે કરણે પણ સારાને બીજી ફિલ્મ માટે સાઇન કરી લીધી છે.

 

(8:53 am IST)