Gujarati News

Gujarati News

News of Thursday, 7th November 2019

પિતાએ અભિનેતા બનાવવાનું સ્‍વપ્ન જોયુ હતુ તે પૂર્ણ કરવા કમલ હાસને ૬ વર્ષની ઉંમરે એક્ટિંગ ફિલ્ડમાં એન્‍ટ્રી લીધી હતીઃ આજે ૬પમો જન્મદિન

નવી દિલ્હી : ફિલ્મ એક્ટર, સ્ક્રિપ્ટ રાઇટર અને ફિલ્મમેકર કમલ હાસનને દરેક ક્ષેત્રમાં સફળતાનો સ્વાદ ચાખવા મળ્યો છે. આજે કમલનો 65મો જન્મદિવસ છે ત્યારે તેમના જીવનની રસપ્રદ હકીકતો જાણવામાં રસ પડશે. બહુ ઓછા લોકોને ખબર છે કે દિગ્ગજ એક્ટર ગણાતા કમલ હાસનને એક્ટર બનાવવાનું સપનું તેમના પિતાએ જોયું હતું અને એટલે માત્ર 6 વર્ષની વયે તેમણે એક્ટિંગના ફિલ્ડમાં એન્ટ્રી લઈ લીધી હતી.

કમલ હાસને 6 વર્ષની વયે બાળ કલાકાર તરીકે  એ. ભીમસિંહ દ્વારા નિર્દેશીત 'કલત્સુર કન્નમ્મા'થી ફિલ્મી દુનિયામાં એન્ટ્રી લીધી હતી. આ ફિલ્મ 12 ઓગસ્ટ, 1959ના દિવસે રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં તેમને તામિલ અભિનેતા જેમિની ગણેશન એટલે કે સુપરસ્ટાર રેખા સાથે એક્ટિંગ કરવાની તક મળી હતી. આ ફિલ્મ માટે કમલને સર્વશ્રેષ્ઠ બાળકલાકારનો રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો હતો. આ ફિલ્મની સફળતા પછી શિવાજી ગણેશન તેમજ એમજી રામચંદ્નન જેવા ફિલ્મમેકર્સે તેમની સાથે બાળ કલાકાર તરીકે પાંચ અન્ય તામિલ ફિલ્મોમાં કામ કર્યું હતું.

કમલ હાસનની મોટાભાગની ફિલ્મો સફળ રહી છે પણ કેટલીક ફિલ્મો આજે પણ બોલિવૂડનો માઇનસ્ટોન છે. દેશની સૌથી ચર્ચિત મુક ફિલ્મ પુષ્પક, દુખદ અંતવાલી એક દૂજે કે લિયે અને સદમા, કોમેડી ફિલ્મ ચાચી 420 તેમજ દેશભક્તિવાળી ઇન્ડિયન માઇલસ્ટોન ગણાય છે.

(4:58 pm IST)