Gujarati News

Gujarati News

News of Wednesday, 7th November 2018

ઇમરાન હાશ્મીની ફિલ્મ 'ટાઇગર્સ'નું પ્રીમિયર 21 નવેમ્બરના ઝી ટીવી પર

મુંબઈ:ઓસ્કાર વિજેતા ડાયરેક્ટર ડેનિસ ટેનોવિકની ઇમરાન હાશમીને મુખ્ય રોલમાં ચમકાવતી ફિલ્મ ટાઇગર્સનો પ્રીમિયર ચાલુ માસની ૨૧મીએ ઝી ટીવી પર થવાનો હોવાની ઐાપચારિક જાહેરાત થઇ હતી. આ ફિલ્મમાં ઇમરાન હાશમી પાકિસ્તાની સેલ્સમેન સૈયદ અમીર રઝાનો રોલ કરી રહ્યો છે. આ ફિલ્મમાં બાળકો માટે વિવિધ ચીજો બનાવતી કંપનીએા દ્વારા જે ગેરરીતિ અજમાવવામાં આવે છે એની સામેની લડતની કથા છે. ઇમરાન એવી એક કંપની સામે લડી રહ્યો છે જેની પ્રોડક્ટ ધાવણા બાળકોનો ભોગ લે છે. આ ફિલ્મમાં આદિલ હુસૈન, સુપ્રિયા પાઠક, ડેની હસ્ટન અને સત્યદીપ મિશ્રા પણ ચમકી રહ્યાં છે. આ ફિલ્મનો પ્રીમિયર અગાઉ ટોરોન્ટો ફિલ્મ ફેસ્ટિવલમાં થયો હતો. આ ફિલ્મ વિશે બોલતાં ઇમરાન હાશમીએ કહ્યંુ કે આ ફિલ્મની કથા મારા દિલની ખૂબ નિકટ છે અને અમે આ ફિલ્મ લઇને દુનિયાભરમાં ફર્યા હતા. એની સ્ટોરીને ઠેર ઠેર ઉમળકાભર્યો આવકાર સાંપડયો હતો.  એટલે અમારો ઉત્સાહ વધ્યો હતો. મને જાહેર કરતાં આનંદ થાય છે કે ઘરઆંગણે આ ફિલ્મ નવેંબરની ૨૧મીએ ઝી ટીવી પર રજૂ થવાની છે.

(4:50 pm IST)