Gujarati News

Gujarati News

News of Wednesday, 7th November 2018

ભારતીય મનોરંજન ઉદ્યોગનું ભાવિ ખૂબ ઊજળું છે: સૈફ અલી ખાન

મુંબઈ:છોટે નવાબના હુલામણા નામે જાણીતા અભિનેતા ફિલ્મ સર્જક સૈફ અલી ખાને એવી ભવિષ્યવાણી કરી હતી કે ભારતીય મનોરંજન ઉદ્યોગનું ભાવિ ખૂબ ઊજળું છે.'નજીકના ભવિષ્યમાં ભારતીય મનોરંજન ઉદ્યોગ અબજો રૃપિયાનો થઇ જવાનો છે. એનું ભાવિ ખૂબ ઊજળું છે. આપણે જુદા જુદા પ્લેટફોર્મ પર આપણા પ્રમોશનલ વ્યૂહ ઘડવાના છે અને દર્શકોને આમંત્રવાના છે કે આવો અને મારી ફિલ્મ જુએા' એમ સૈફ અલી ખાને કહ્યંુ હતું.  તેણે તરત ઉમેર્યું હતું કે ઓડિયન્સ મૂર્ખ નથી. આપણે ગમે તેટલી બૂમો પાડીએ, હવે ઓડિયન્સ સમક્ષ આખી દુનિયાનું મનોરંજન આંગળીના ટેરવે ઉપલબ્ધ છે એટલે આપણે પ્રમોશનલ પ્રવૃત્તિની સાથોસાથ આપણી ફિલ્મો, સિરિયલો અને વેબ સિરિઝની ગુણવત્તા પણ સુધારવી પડશે.તાજેતરમાં સૈફ અલી ખાનની ફિલ્મ બાઝાર રજૂ થઇ ગઇ. એને બોક્સ ઑફિસ પર ધાર્યો પ્રતિસાદ મળ્યો નહોતો. હાલ એ નેટફ્લીક્સની વેબ સિરિઝ સેક્રેડ ગેમ્સની બીજી સીઝનના શૂટિંગમાં વ્યસ્ત છે.ચીનમાં ભારતીય ફિલ્મો હિટ થવા માંડી છે એ વિશે પૂછતાં એણે કહ્યંુ કે ફિલ્મ સારી હોય તો દુનિયાના કોઇ પણ દેશના દર્શકો પસંદ કરવાના છે. એટલે ચીનમાં શું દુનિયાના કોઇ પણ દેેશમાં ભારતીય મનોરંજન ઉદ્યોગનો ડંકો વાગવાનો છે.

(4:51 pm IST)