Gujarati News

Gujarati News

News of Wednesday, 7th November 2018

દિવ્યાંકા ત્રિપાઠીને વેબ સિરીઝમાં મળ્યો રોલઃ સાથે રાજીવ

ટીવી પરદે ઇશિતા ભલ્લાના નામથી ઘર-ઘરમાં જાણીતી દિવ્યાંકા ત્રિપાઠીએ દરેક લોકોમાં ચાહના ઉભી કરી છે. લાડલી વહૂ, પ્રેમાળ પત્નિ, પ્યારી મા, ખાસ ડોકટર એમ દરેક રૂપમાં ઇશિતાએ જમાવટ કરી છે. યે હેૈ મહોબ્બતે શોને ચાહકો સતત જોવા ઇચ્છતા હોય છે. પણ હવે દિવ્યાંકા વેબ સિરીઝમાં પણ કામ કરી રહી છે. એકતા કપૂરના ડિઝિટલ પ્લેટફોર્મ ઓલ્ટબાલાજી પર શરૂ થઇ રહેલી સિરીઝમાં દિવ્યાંકાને મુખ્ય રોલ મળ્યો છે. આ વેબ સિરીઝનું નામ 'કોલ્ડ લસ્સી ઓૈર ચિકન મસાલા' એવું રખાયું છે. આ સિરીઝ ભોજન વિશે હશે તેવું લાગે છે. સાથે રોમાન્સનો મસાલો પણ હશે. વેબ સિરીઝ એવા બે શેફ (રસોઇયા) પર છે જે બંને એક બીજાથી અલગ છે છતાં બંને વચ્ચે ભરપુર પ્રેમ છે. દિવ્યાંકા સાથે રાજીવ ખંડેલવાલ મુખ્ય રોલ નિભાવશે.

 

(2:53 pm IST)