Gujarati News

Gujarati News

News of Wednesday, 7th November 2018

તો સલમાન અને શાહરૂખ વધુ એક વાર સાથે હશે

બોલીવૂડના બે દિગ્ગજ અભિનેતા સલમાન ખાન અને શાહરૂખ ખાને અગાઉ અનેક હિટ ફિલ્મોમાં સાથે કામ કર્યુ છે. પણ બાદમાં બંને વચ્ચે મતભેદ થઇ ગયા હતાં. હવે ફરીથી બંને સારા મિત્રો બની ગયા છે. ત્યારે સંજય લીલા ભણશાલી આ બંનેને એક સાથે ફિલ્મમાં લેવા પ્લાન કરી રહ્યા છે અને આ માટે સ્ક્રિપ્ટ લખવાની શરૂઆત કરી દીધી છે. બંનેને એક સરખો જબરદસ્ત રોલ આપવામાં આવશે. સ્ક્રિપ્ટનું કામ પુરૂ થયા પછી ભણશાલી સલમાન ખાન અને શાહરૂખ ખાનને મળશે. આ બંને હીરો જો એક સાથે કામ કરવા રાજી થઇ જશે તો ભણશાલી પોતાનું કામ આગળ વધારશે. ભણશાલી સાથે સલમાને હમ દિલ દે ચુકે સનમ, ખામોશી, સાંવરીયા જેવી ફિલ્મો કરી છે તો શાહરૂખે દેવદાસ કરી હતી. કરણ જોહરે પણ શાહરૂખ-સલમાનને લઇને ફિલ્મ બનાવવાનું પ્લાનીંગ કર્યુ હતું. પણ વાત આગળ વધી નહોતી.

(2:53 pm IST)