Gujarati News

Gujarati News

News of Monday, 7th October 2019

રૂત્વીક રોશન અને ટાઇગર શ્રોફની ફિલ્મ વોર ‌૧૦૦ કરોડની કમાણીની ક્લબમાં સામેલ

નવી દિલ્હી: બોલીવુડ સુપરસ્ટાર ઋત્વિક રોશન અને ટાઇગર શ્રોફની ફિલ્મ 'વોર'ને રિલીઝ થયાને આજેપણ ફક્ત 6 દિવસ થયા છે અને ફિલ્મ 100 કરોડના ક્લબમાં સામેલ થઇ ગઇ છે. 2 ઓક્ટોબરના રોજ રિલીઝ થયેલી આ ફિલ્મના ત્રીજા દિવસે જ 100 કરોડનો આંકડો પાર કરવામાં સફળતા પ્રાપ્ત કરી છે. ફિલ્મ બિઝનેસ વિશ્લેષક તરૂણ આદર્શના અનુસાર આ ફિલ્મે શુક્રવાર સુધી 100.05 કરોડ રૂપિયાની કમાણી કરવામાં સફળ રહી હતી.

તો બીજી તરફ બોક્સ ઓફિસ ઇન્ડીયાના અનુસાર શનિવારે 'વોર'એ લગભગ 27 કરોડનો બિઝનેસ કર્યો હતો, જ્યારે તેની રવિવારની કમાણી પ્રભાસની 'સાહો'ને માત આપી. જી હા6 'વોર'એ રવિવારે લગભગ 35 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો અને આ સાથે રવિવારે સૌથી વધુ બિઝનેસ કરનાર ફિલ્મ બની ગઇ છે. તમને જણાવી દઇએ કે આ રેકોર્ડ 30 કરોડની સાથે ફિલ્મ 'સાહો'ના નામથી હતી. બોક્સ ઓફિસ પર 'વોર'એ 5 દિવસમાં લગભગ 162 કરોડ કરોડની કમાણી કરવમાં સફળ રહી છે.

તમને જણાવી દઇએ કે યશરાજ ફિલ્મ્સ (વાઇઆરએફ) દ્વારા નિર્મિત 'વોર' પડદા પર રિલીઝ થઇ ગઇ હતી. આ એક્શન થ્રિલર ફિલ્મમાં ઋત્વિક રોશન અને ટાઇગર શ્રોફ મુખ્ય ભુમિકામાં છે. તો બીજી તરફ દર્શકોનો આટલો બધો પ્રેમ પ્રાપ્ત કરનાર ફિલ્મના નિર્દેશક સિદ્ધાર્થ આનંદે કહ્યું કે 'અમારા બધા માટે જે બાબત મહત્વ ધરાવે છે તે છે વૈશ્વિક સ્તરે મળી રહેલો દર્શકોનો પ્રેમ અને પ્રશંસા'.

(5:37 pm IST)