Gujarati News

Gujarati News

News of Monday, 7th October 2019

અરે વાહ.... ગ્લોબલ ફેશન લિસ્ટમાં એકમાત્ર ભારતીય અભિનેત્રી તરીકે દીપિકા

મુંબઈ: બિઝનેસ ઓફ ફેશન એ વૈશ્વિક ફેશન ઉદ્યોગ માટેનું એક ઓનલાઇન પ્લેટફોર્મ છે. પોર્ટલ તેના ફેશન સમાચાર અને ઉદ્યોગના વિશ્લેષણ માટે વિશ્વભરમાં જાણીતું છે. દર વર્ષે પ્લેટફોર્મ બિઝનેસ ઓફ ફેશન 500 ની સૂચિ બહાર પાડે છે, જેમાં વિશ્વભરના ફેશનિસ્ટાનો ઉલ્લેખ છે.બીએફઓ 500 એ તાજેતરમાં પુરુષો અને સ્ત્રીઓની 7 મી વાર્ષિક સૂચિ બહાર પાડી છે. આ સૂચિમાં, જેઓ  2.4 ટ્રિલિયન ડોલરના ફેશન ઉદ્યોગમાં મોટો અને નોંધપાત્ર ફાળો આપી રહ્યા છે. આ સૂચિની વિશેષ વાત એ છે કે તેમાં એક ભારતીય નામ પણ શામેલ છે. અને તે બીજુ કોઈ નહીં પરંતુ બોલિવૂડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણ છે. 33 વર્ષીય અભિનેત્રી આ યાદીમાં સામેલ થનારી એકમાત્ર ભારતીય છે.

(5:25 pm IST)
  • બગદાદના ગવર્નરે આપ્યું રાજીનામુ : ઇરાકમાં વિરોધ પ્રદર્શન યથાવત : ઇરાકમાં સરકાર વિરુદ્ધ વ્યાપક વિરોધ પ્રદર્શન વચ્ચે બગદાદના ગવર્નર ફલાહ અલ જજેરીએ રાજીનામુ આપ્યું : ઇરાકમાં હિંસક પ્રદર્શનમાં અત્યાર સુધીમાં 113 લોકોના મોત : 4000થી વધુ લોકો ઘાયલ access_time 1:04 am IST

  • દેશની 49 હસ્તીઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરનાર વકીલના નિશાના પર છે મુખ્યમંત્રી કેજરીવાલ અને ઇમરાનખાન : વકીલ સુધીરકુમાર ઓઝાએ વડાપ્રધાન મોદીના નામ પર ખુલ્લો પત્ર લખનાર 49 હસ્તીઓ વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરવી છે : 1996થી અત્યાર સુધીમાં 745 પીઆઈએલ દાખલ કરાવનાર વકીલ સુધીર ઓઝા હવે કેજરીવાલે આરોગ્ય સબંધે કરેલ ટિપ્પણી અને યુનોમાં ઇમરાને કરેલ ભાષણ સામે મોરચો ખોલશે access_time 1:05 am IST

  • ડોનાલ્ડ ટ્રમ્પની તુર્કીને ખુલી ધમકી : કહ્યું સીરિયામાં હદ બહાર ગયા તો બરબાદ કરી નાખીશ : અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પએ સીરિયાથી લાગેલી તુર્કીની સીમાથી અમેરિકાના સૈનિકો હટાવાના નિર્ણંયને યોગ્ય ઠેરવતા કહ્યું કે ક્ષેત્રને સ્થિતિથી ખુદે નિપટવું જોઈએ : ટ્રમ્પએ એમ પણ કહ્યું કે જો સીરિયામાં તુર્કી હદ બહાર જાય તો તેની અર્થવ્યવસ્થાને બરબાદ કરી નાખશે access_time 1:11 am IST