Gujarati News

Gujarati News

News of Monday, 7th October 2019

ગુજરાતી ફિલ્મ હેલ્લારોની ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયામાં પસંદગી

ગોવામાં પણજીમાં યોજાતા IFFIનું આ 50મું વર્ષ છે

અમદાવાદ તા. ૭ :.. ભારતની શ્રેષ્ઠ ફિલ્મનો નેશનલ અવોર્ડ મેળવનારી પ્રથમ ગુજરાતી ફિલ્મ 'હેલ્લારો' હવે ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઇન્ડીયામાં પ્રદર્શિત થશે.

ભારત સરકાર દ્વારા દર વર્ષે યોજાતા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઇન્ડીયા (આઇએફએફઆઇ)નું આ પ૦મું વર્ષ છે. એના 'ઇન્ડિયન પેનોરમા' સેકશનમાં ઓપનિંગ ફિલ્મ તરીકે 'હેલ્લારો' ની પસંદગી કરવામાં આવી છે. 'ઇન્ડિયન પેનોરમાં સેકશન હેઠળ વર્ષ દરમ્યાન બનેલી શ્રેષ્ઠ ભારતીય ફીચર અને નોન-ફીચર ફિલ્મ રજૂ કરવામાં આવે છે. ફિલ્મના ડીરેકટર અભિષેક શાહે કહયું કે 'ઓપનિંગ ફિલ્મ હોવાથી તમામ ઉપસ્થિત મહાનુભાવો તથા મિનીસ્ટરોએ ફિલ્મ જોશે. જુદા-જુદા ફિલ્મ-સર્જકો ત્યાં હાજર હશે. એક ગુજરાતી ફિલ્મ માટે આ એક અત્યંત મહત્વની અને મોટી વાત છે. આ પહેલી ગુજરાતી ફિલ્મ છે જે ભારતના સૌથી મોટા ફેસ્ટિવલમાં દર્શાવવામાં આવશે.' ર૦ થી ર૮ નવેમ્બર દરમ્યાન ગોવાના પણજીમાં ફિલ્મ ફેસ્ટિવલ યોજાશે.

(10:03 am IST)