Gujarati News

Gujarati News

News of Saturday, 7th September 2019

કેન્યામાં વેકેશન ઇન્જોય કરી રહ્યા છે રણબીર-આલિયા

મુંબઈ: રણબીર કપૂર અને આલિયા ભટ્ટ હાલમાં કેન્યા, સાઉથ આફ્રિકામાં વેકેશન પર છે. હાલમાં કેન્યાની જોડીની તસવીર ઇન્ટરનેટ પર ફરતી થઈ છે જેમાં બંને કલાકારો દક્ષિણ પશ્ચિમ કેન્યા અને તાંઝાનિયાની સરહદે મસાઇ મરા રાષ્ટ્રીય અભયારણ્યમાં જોઇ શકાય છે.આ વાયરલ તસવીરમાં બંને કારમાં હાથમાં કેમેરા સાથે નજરે પડે છે.આ સિવાય આલિયાએ ગુરુવારે ઇન્સ્ટાગ્રામ પર એક સુંદર તસવીર શેર કરી હતી, જેમાં તે સૂર્યાસ્ત નિહાળતી જોવા મળી રહી છે.તસવીરના કેપ્શનમાં આલિયાએ લખ્યું કે, "સવાર થઈ રહી છે, નવો દિવસ છે, કદાચ અહીંથી જ પ્રકાશ નીકળે છે."આગામી સમયમાં રણબીર અને આલિયા 'બ્રહ્માસ્ત્ર'માં જોવા મળશે. અયાન મુખર્જી આ ફિલ્મના ડાયરેક્ટર છે.

(10:49 pm IST)