Gujarati News

Gujarati News

News of Saturday, 7th September 2019

સાહોએ બોક્સ ઓફિસમાં ટંકશાળ પાડી :છેલ્લા આઠ દિવસમાં 370 કરોડની જબરદસ્ત કમાણી

350 કરોડના બજેટમાં બનેલી આ ફિલ્મે 370 કરોડનો બિઝનેસ કર્યો

મુંબઈ : સાઉથના સુપર સ્ટાર પ્રભાસની ફિલ્મ સાહો બોક્સ ઓફિસ પર જબરી કમાણી કરી રહી છે ફિલ્મની  ફિલ્મની કમાણીના તાજા આંકડાઓ સામે આવ્યા છે. હિંદી વર્જન સાથે અન્ય ભાષાઓમાં પણ ફિલ્મે સારો બિજનેસ કર્યો છે.

   ટ્રેડ  વિશ્લેષક જોગેન્દ્ર ટુટેજાએ ફિલ્મના હિન્દી વર્જનની કમાણીના આંકડા શેર કરતા કહ્યું કે - સાહોએ હિન્દીમાં ઘણી કમાણી કરી છે. ફિલ્મનું પહેલુ અઠવાડીયું સારૂ રહ્યું. આ સમય દરમિયાન ફિલ્મે 116.03 કરોડની કમાણી કરી છે ફિલ્મનું કલેક્શન મજબૂત થવાનું શરૂ થશે.

ફિલ્મના વર્લ્ડ વાઇડ કલેક્શનમાં 350 કરોડના બજેટમાં બનેલી આ ફિલ્મે 370 કરોડનો બિઝનેસ કર્યો છે. ફિલ્મ 400 કરોડ તરફ આગળ વધી રહી છે. આ સિવાય ફિલ્મ હિન્દી બોક્સ ઓફિસ પર પણ 150 કરોડ તરફ આગળ વધી રહી છે આ ફિલ્મની ક્રિટિક્સ દ્વારા સારા રીવ્યુ નથી મળ્યા અને આ ફિલ્મને વર્ડ ઓફ માઉથથી પણ સારો રિસ્પોન્સ નથી મળી રહ્યોં પરંતુ આ બધુ હોવા છતાં ફિલ્મનું કલેક્શન હજી વધી રહ્યું છે અને તે ફિલ્મ માટે સારી વાત છે.

(7:52 pm IST)