Gujarati News

Gujarati News

News of Saturday, 7th September 2019

મહેશ ભટ્ટનું હાર્ટએટેકથી મોતની અફવાથી પૂજા ભડકી: ટ્વીટર પર ફોટો પોસ્ટ કરી કર્યો ખુલાસો

આલિયાએ લખ્યું તમને બધાને હું તેનું પ્રૂફ આપું છું કે તે પોતાના અંદાજમાં જીવન જીવી રહ્યા છે.

મુંબઈ : બોલીવુડની અભિનેત્રી આલિયા ભટ્ટના પિતા અને બોલિવૂડના મશહૂર ડાયરેક્ટર મહેશ ભટ્ટના મોતની અફવા ઉડી છે  તાજેતરમાં જ મહેશ ભટ્ટનું હાર્ટ એટેકના કારણે મોત થયું છે તેવી અફવા ફેલાઈ હતી.

    મહેશ ભટ્ટની પુત્રી પૂજા ભટ્ટે ટ્વિટર એકાઉન્ટ પર તેનો ફોટો શેર કર્યો અને પોસ્ટ લખી. મહેશ ભટ્ટના મોતના સમાચાર એક અફવા છે. પૂજા ભટ્ટે પોસ્ટ લખી, આ તે બધા માટે છે જે અફવા ફેલાવે છે અને ચિંતા કરે છે કે મારા પિતાનું મોત થઈ ગયું છે.

  તમને બધાને હું તેનું પ્રૂફ આપું છું કે તે પોતાના અંદાજમાં જીવન જીવી રહ્યા છે. આલિયા ભટ્ટ, મહેશ ભટ્ટ અને પૂજા ભટ્ટ જલદી જ ફિલ્મ સડક 2માં પહેલી વાર સાથે જોવા મળશે. પૂજા ભટ્ટ લાંબા સમયથી ફિલ્મોથી દૂર હતી. આ ફિલ્મથી તે બોલિવૂડમાં ફરી પડદા પર જોવા મળશે. આ ફિલ્મમાં તે સંજય દત્ત સાથે જોવા મળશે.

(1:27 pm IST)