Gujarati News

Gujarati News

News of Saturday, 7th September 2019

કાલે આશા ભોંસલેનો જન્મદિન

૮ સપ્ટેમ્બર ૧૯૩૩માં જન્મેલા અને સ્વર કિન્નરી લત્તા મંગેશકરના બહેન આશા ભોંસલેના હિન્દી સહિત વિવિધભાષી ગાયેલા ગીતોની સંખ્યા તો બાર હજારના આંકને પણ વટાવી જાય છે. ૧૯૪૩ થી ગાયીકા તરીકેની કારકિર્દી શરૂ કરનાર આશા ભોંસલેએ હજાર ઉપરાંત બોલીવૂડ ફિલ્મોના ગીતોમાં પોતાનો સ્વર આપેલો છે. આગામી આઠ સપ્ટેમ્બરને રવિવારે તેમનો બર્થ ડે છે.

તેઓએ ગાયેલા બોલીવૂડ હિન્દી ગીતોની વિશાળ શૃંખલામાં સદાબહાર-લોકપ્રિય નીવડેલા ગીતોની યાદી જો કે ઘણી લાંબી થવા પામે. કોઇ એક જ ગીતને તેઓએ ગાયેલુ સર્વશ્રેષ્ઠ ગીત ગણી શકવું અસંભવ જેવું ગણાશે. તેમ છતા મ્યુઝિક અને આશાજીના સુમધૂર સ્વરના સંયોજન સભરના આ એક ગીતને આશાજીના શ્રેષ્ઠ ગીતોની યાદી પૈકીનું  એક જરૂરી ગણી શકાશે.

વર્ષ ૧૯૬૪માં રીલીઝ થઇ હતી ફિલ્મ 'ગીત ગાયા પથ્થરોને'. જેમાં આશાજીના સ્વરે ગવાયેલું ગીત ''તેરે ખયાલો મેં હમ...'' આ એવરગ્રીન ઓલ્ડસોન્ગની પંકિતને લખી યુટયુબમાં સર્ચ કરતા હજારો વિડીયો જોવા મળે છે. પણ યુટયુબમાં WKR BOLLY WOOD શબ્દો સર્ચ કરતા જોવા મળતી જુના ગીતોની ઉચ્ચ કવોલિટીની ચેનલમાં આશાજીનું આ ગીત આ સપ્તાહમાંજ અપલોડ કરાયેલુ છે. તે સાંભળતા આ ગીતની ગુણવતા મધૂરતા માણી શકાય છે.(૧.૨)

(11:45 am IST)