Gujarati News

Gujarati News

News of Friday, 7th September 2018

સિલ્વર સ્ક્રીન પર સાથે કામ નથી કર્યું રાકેશ રોશન અને અમિતાભ બચ્ચને

મુંબઈ: રાકેશ રોશન અને અમિતાભ બચ્ચન બોલીવૂડની જાણીતી હસ્તીઓ  છે. પરંતુ આ લોકોએ કદી રૃપેરી પડદે સાથે કામ કર્યું નથી. રાકેશ રોશને ઘણી ફિલ્મોનું દિગ્દર્શન તેમજ નિર્માણ કર્યું છે પરંતુ તેમાં અમિતાભ કદી હોતા નથી. બન્ને વચ્ચે કડવાશ કે મનદુઃખ નથી , તે છતાં આ હસ્તીઓએ કદી એ સાથે દર્શકોનું મનોરંજન કર્યું નથી. રાકેશ રોશને પોતાના એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતુ ંકે, હા, મેં અને અમિતાભે કદી સાથે કામ કર્યું નથી. ભૂતકાળમાં મેં અમિતાભને ધ્યાનમાં રાખીને મારી ફિલ્મ 'કિંગ અંકલ ની સ્ટોરી લખી હતી. પરંતુ છેલ્લી ઘડીએ અમિતાભે મને આ ફિલ્મમાં કામ કરવાનો ઇનકાર કર્યો હતો. બસ, એ પછી મેં કદી તેમને મારી ફિલ્મમાં લેવાનો વિચાર કર્યો નથી. અમારી વચ્ચે એ સમયે પણ કોઇ કડવાશ કે બોલાચાલી થઇ નહોતી.આજે પુત્ર હિૃતિકનીકારકિર્દી ઘડવામાં રાકેશ રોશનનો મોટો ફાળો છે. તેણે પુત્રને પોતાની ફિલ્મ 'કહો ના પ્યાર હૈ થી લોન્ચ કર્યો હતો. રાતોરાત હૃતક લોકપ્રિય બની ગયો હતો.

(5:11 pm IST)