Gujarati News

Gujarati News

News of Friday, 7th September 2018

અમિતાભ બચ્ચનને જોઈને હું મારા ડાયલોગ્સ ભૂલી જાવ છું: આમિર ખાન

મુંબઈ: બોલિવૂડમાં મિસ્ટર પરફેક્શનિસ્ટના નામે ઓળખાતા સુપર સ્ટાર આમિર ખાને એકરાર કર્યો હતો કે ઠગ્સ ઑફ હિન્દુસ્તાનના સેટ પર મારી સામે સિનિયર અભિનેતા અમિતાભ બચ્ચનને જોઇને હું મારા ડાયલોગ્સ ભૂલી જતો હતો. યશ રાજની ફિલ્મ ઠગ્સ ઑફ હિન્દુસ્તાનમાં આમિર ખાન પહેલીવાર અમિતાભ બચ્ચન સાથે કામ કરી રહ્યો હતો. વિજય કૃષ્ણ આચાર્ય નિર્દેશિત આ ફિલ્મમાં કેટરિના કૈફ પણ ચમકી રહી છે.આમિર ખાને વધુમાં કહ્યું હતું કે આ વખતે પહેલીવાર ફિલ્મ રજૂ થવા આડે બહુ થોડો સમય બાકી છે ત્યારે હું નર્વસનેસ અનુભવી રહ્યો છું. અગાઉ આવું બનેલું ખરું પણ બહુ નહીં. આ વખતે પહેલીવાર  હું થોટો ટેન્શનમાં છું. આખરે તો અમિતાભ બચ્ચન એક નીવડેલા અને સિનિયર કલાકાર છે. બોલિવૂડમાં સાડા ચાર દાયકાથી ટોચ પર રહ્યા છે. જો કે આવા ટેન્શન કે નર્વસનેસથી ઊગરવા મેં એક ટ્રીક શોધી કાઢી છે એમ કહીને આમિર ખાને ઉમેર્યું હતું કે થ્રી ઇડિયટ્સ વખતે મેં આ ટ્રીક અજમાવી હતી. મારા દિલ પર જમણો હાથ રાખીને હું મારી જાતને કહું છું એાલ ઇઝ વેલ... એને લઇને થોડું સારું લાગે છે.૧૮૩૯માં બ્રિટિશ કર્નલ ફિલિપ મીડોઝે લખેલી નવલકથા કન્ફેશન ઑફ અ ઠગ પર આ ફિલ્મની કથા આધારિત છે.

(5:11 pm IST)