Gujarati News

Gujarati News

News of Friday, 7th September 2018

પ્રીતિ જાંગીયાનીના 7 વર્ષના પુત્રને મળી જાનથી મારી નાખવાની ધમકી

મુંબઈ: બોલીવુડની અભિનેત્રી પ્રીતિ જાંગીયાનીએ પોતાના પુત્રને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે. આ વિશે પ્રીતિએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. પ્રીતિએ પતિ પ્રવીણ ડાબસ સાથે 7 વર્ષના પુત્ર જયવીરને જાનથી મારી નાખવાની એફઆરઆઇ નોંધાવી છે. પ્રીતિના પુત્રને બાજુના બિલ્ડિંગના છોકરાએ જાનથી મારી નાખવાની ધમકી આપી છે. પ્રીતિએ પોલીસને જણાવ્યું કે મારો પુત્ર અમારી બિલ્ડિંગમાં રમતો હતો ત્યારે બાજુની બિલ્ડિંગમાં છોકરાએ મારા પુત્રને મોઢામાં પંચ માર્યો અને જેથી મારા પુત્રના મોઢામાંથી લોહી નીકળવામાં આવ્યું અને આ છોકરાના દાદાએ  મારા પુત્રને જાનથી મારી નાખવાની પણ ધમકી પણ આપી છે.

(5:08 pm IST)