Gujarati News

Gujarati News

News of Friday, 7th September 2018

ત્રણ ફિલ્મો 'પલટન', 'લૈલા મજનુ', અને 'હલકા' રિલીઝ

આજથી ત્રણ ફિલ્મો 'પલટન', 'લૈલા મજનુ', અને 'હલકા' રિલીઝ થઇ છે.

નિર્માતા નિર્દેશક જે. પી. દત્તાની ફિલ્મ 'પલટન'માં સંગીત અનુ મલિકનું છે અને જૈકી શ્રોફ, અર્જુન રામપાલ, સોનુ સૂદ, ગુરમીત ચોૈધરી, હર્ષવર્ધન રાણે, સિધ્ધાંત કપૂર, લવ સિન્હા, ઇશા ગુપ્તા, સોનલ ચોૈહાણ, દિપીકા કક્કડ અને મોનિકા ગીલે મુખ્ય ભૂમિકા નિભાવી છે.

સૈનિક, સરહદ અને યુધ્ધ પર ફિલ્મો બનાવવા માટે જાણીતા જે. પી. દત્તા ફરી એક વખત આવો જ વિષય લાવ્યા છે. બોર્ડર, એલઓસી કારગિલ, રેફયુજી જેવી ફિલ્મો બનાવી ચુકેલા દત્તાએ આ વખતે પલટન બનાવી છે. આ ફિલ્મ ૧૯૬૭માં સિક્કીમ બોર્ડર પર નાથુ લા સેન્યના સંઘર્ષની કહાની પર આધારીત છે. પલટનમાં ભારતીય સેનાની એક કદી બહાર નહિ આવેલી કહાની દેખાડાઇ છે. ચીની ઘુસણખોરોને રોકવા માટેની લડાઇ અને ભારતીય સેનાને કેટલી તિવ્રતાથી સામનો કરવો પડ્યો હતો તે જોવા મળશે. પલટન એક વોર ડ્રામા છે, જે ચીન સાથે ભારતના સંબંધોની કઠોર સત્યતા પણ દેખાડશે. સાથે એ પણ દેખાડાશે કે ચીન વિશ્વ રાજનીતિમાં વિશાળ શકિત સાથે ભારત માટે મોટો ખતરો બની ગયું છે.

બીજી ફિલ્મ 'લૈલા મજનુ'ના નિર્માતા    શોભા કપૂર, એકતા કપૂર તથા પ્રિતી અલી અને નિર્દેશક સાજીદ અલી છે. આ ફિલ્મમાં અવિનાશ તિવારી, તૃપ્તી ડિમરી, મીર સરવાર, રૂચિકા કપૂર, સાહિબા બાલી સહિતના કલાકારોએ મુખ્ય ભૂમિકા નિભાવી છે. જેમાં અવિનાશ મજનુના રોલમાં અને તૃપ્ત લૈલાના રોલમાં છે. રોમાન્ટીક ડ્રામા જોનરની આ ફિલ્મમાં મોડર્ન યુગના લૈલા-મજનુની પ્રેમકહાની દર્શાવાઇ છે. ફિલ્મમાં સ્ક્રીનપ્લે ઇમ્તિયાઝ અલીનું છે. સંગીત નિલાદ્રી કુમાર, જોઇ બરૂઆ અને આતીફે આપ્યું છે.

જ્યારે ત્રીજી ફિલ્મ 'હલકા'ના નિર્માતા રોશની નાદર મલ્હોત્રા અને નિર્દેશક નિલા માધવ પાંડા છે. ફિલ્મમાં પાઓલી દામ, રણવીર શોૈરી, તથાસ્તુ અને કુમુદએ મુખ્ય ભૂમિકા નિભાવી છે. આ ફિલ્મની કહાની એક પછાત વિસ્તારના બાળક પર આધારીત છે. 

 

(9:28 am IST)